________________
પૃથ્વીનું ભવિષ્ય વિશ્વને ક્રમ ઉત્ક્રાન્તિમય છે. જે વસ્તુ સ્થૂળ દેખાય છે તેમાં પણ અનેક જાતની ઉત્ક્રાન્તિ ચાલ્યા કરે છે, અને સ્થિતિનું હમેશ પરિવર્તન થયાં કરે છે. એ જ રીતે પૃથ્વીના પટ ઉપર થતાં પરિવર્તનની કંઈક સમીક્ષા આગળ કરી ગયા છીએ. એટલે હવે એ ફેરફારો ભવિષ્યમાં પૃથ્વીને કઈ પરિસ્થિતિમાં લઈ જાય છે, એ જાણવું આવશ્યક છે. સ્થિર અને અચળ ગણાતી પૃથ્વીની સપાટી આપણને હવે અસ્થિર અને ચંચળ લાગે છે. કાળે કાળે ઉંચાનીચાં થતાં પૃથ્વીનાં પડ, જવાળામુખી અને ધરતીકંપે પૃથ્વીની અચળતા વિષેની શ્રદ્ધા ઉડાવી દીધી છે. વળી જ્યારે અવકાશમાં દ્રષ્ટિપાત કરીએ ત્યારે પણ કેટલાક અકસ્માતના ભય ધ્યાનમાં આવે છે. સમય જતે જાય છે તેમ વારંવાર થતા પરિવર્તનના ક્રમો અને બીજા અકસ્માતેથી પૃથ્વીને અગર એના ઉપર રહેલી સૃષ્ટિને મેડે વહેલે વિનાશ સર્જાયેલે જ છે. હિન્દુમત પ્રમાણે વિશ્વ માયારૂપ છે અને પાણીના પરપોટા માફક કાળે કાળે જન્મ લઈ વિનષ્ટ થાય છે. આજે વિજ્ઞાન પણ એવી વાતમાં સૂર પૂરે છે.
જગતમાં ચેતન અને સ્થળ એવા બે વિભાગ પાડી શકાય છે. એમાં ચેતન વસ્તુ ઉપર કાળની અસર જલ્દી થાય છે અને જોતજોતાંમાં એનું રૂપાન્તર થઈ અદ્રશ્ય થાય છે. વનસ્પતિ પણ એ જ વિભાગમાં આવે છે. આપણે જોઈએ છીએ કે ચોમાસામાં અનેક જાતની વનસ્પતિ, ઘાસ, વગેરે એકાએક ફૂટી નીકળે છે અને ચારપાંચ માસનું નાનું સરખું આયુષ્ય ભોગવી અદ્રશ્ય થાય છે. એ જ રીતે નાનાં નાનાં અસંખ્ય જાતનાં જંતુ પણ એટલા ચાર માસમાં ઉદ્દભવે છે; એટલું જ નહીં પરંતુ એટલા કાળમાં તે એની બેત્રણ પેઢી જન્મી, નાશ પામે છે. પ્રાણુમાત્ર એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com