________________
-
૫
પૃથ્વીનું વય પણ ચંદ્ર ઉત્પન્ન થયાં પહેલાં કેટલા સમય ગય હશે, એ કલ્પવું મુશ્કેલ છે.
આગળ બતાવ્યું તેમ ગ્રહોની ઉત્પત્તિનું મુખ્ય કારણ બે સૂર્યો એક બીજાની અતિ નિકટ આવવાનું જ છે. આ બનાવ જ્યાં તારાની સંખ્યા ઘણી ઘીચ હોય ત્યાં વધુ બનવા જોગ છે. સૂર્ય પોતાના ગ્રહમંડળ સાથે ત્વરિત ગતિએ મુસાફરી કરી રહ્યો છે. એ તારામંડળના મધ્યમાં તારાની ઘનતા ઘણું છે, એટલે સૂર્ય ત્યાં જ બીજા કઈ તારાની અડફટમાં આવ્યો હોય એ વધુ બનવા જોગ છે. એ ઘનતાવાળા પ્રદેશમાંથી હાલના પ્રદેશમાં આવતાં સૂર્ય કેટલાં વર્ષ લીધાં એ નક્કી થાય તો આશરે ગ્રહોનો ઉત્પત્તિકાળ મળી આવે. એ આધારે પણ પૃથ્વીની ઉંમર ૨૦૦ થી ૩૦૦ કરેડ વર્ષની વચ્ચે આવે છે.
ઉપરની શ્રેષ્ઠ રીત રેડીઅમ અને એ જ જાતની બીજી ધાતુના આધારે મળી છે. બેકરેલ નામના વૈજ્ઞાનિકે શેરીઅમ નામની સ્વયંવિભાજી (Radioactive) ધાતુની શોધ કરી. એનાં પરમાણુ સતત ભાંગી એ ધાતુનું અને એવી બીજી ધાતુનું રૂપાન્તર થયાં કરે છે, અને અંતે એ ધાતુઓ સીસાના પરમાણુ બની અક્રિય બને છે. દાખલા તરીકે રીઅમનાં પરમાણુ અમુક સંખ્યામાં દરેક સેકનડે ભાગ્યા કરે છે, આ વિક્રિયા બહુ જ નિયમિત રીતે સતત ચાલવાથી કાળાન્તરે રીઅમ ધાતુનાં સર્વ પરમાણુ સસાંમાં રૂપાતર પામે છે. ૭૪૦ કરોડ ગ્રામ યુરેનીઅમ (એ જાતની બીજી સ્વયંવિભાજી ધાતુ) હેય તે દર વર્ષે એમાંથી એક ગ્રામ સીસું બને છે. સાધારણ ઉપયોગમાં આવતા સીસાથી આ જાતનું સીસું જૂદા ગુણધર્મોવાળું હોવાથી, એક ખડકમાં વિભાજી તત્ત્વમાંથી કેટલું સીસું ઉત્પન્ન થયું છે, એ સહેલાઈથી શોધી કઢાય છે. કેટલાક પરિસ્થિતિના ફેરફારોને ધ્યાનમાં લેતાં પૃથ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com