________________
પૃથ્વીનું વયે માલમ પડયું છે કે કંઈ નહીં તે દર વર્ષે ઓછામાં ઓછું ૩૩૦ લાખ ટન મીઠું સમુદ્રમાં ભળતું હશે, એ આધારે સમુદ્રનું જીવન ૮ કરોડ વર્ષને બદલે ૩૩ કરોડ વર્ષનું ગણી શકાય. હવે જે વરાળરૂપે રહેલું પાણી ઠરી જઈ સમુદ્ર ઉત્પન્ન થાય એટલી ઠંડી સ્થિતિ પ્રાપ્ત કરતાં પૃથ્વીને કેટલો સમય લાગ્યો એ શોધાય, તે જરૂર પૃથ્વીના વયને આશરે નીકળી શકે.
આ ઉપરાંત વૈજ્ઞાનિકને પૃથ્વીને જન્મકાળ શેધવાને ભૂસ્તરવિદ્યાનું મહાન શસ્ત્ર હાથ લાગ્યું છે. ભૂગર્ભનાં પડ તપાસતાં જગતનું ઘડિયાળ પિતાને ઈતિહાસ ખુલે કરે છે. ઝાડને કાપતાં તેના ભીતરના પડની ગણતરી કરતાં ઝાડની ઉંમર શોધી કઢાય, તેમ પૃથ્વીના સ્તર ઉકેલતાં તેની ઉંમર અને ઈતિહાસ ભૂસ્તરશાસ્ત્રીઓને સમજાય છે. જમીનના સ્તરોના મુખ્ય ચાર વિભાગ છે. પ્રથમ સ્તરની જાડાઈ ૧,૮૦,૦૦૦ કુટ છે અને ત્યાર પછીના ત્રણ સ્તરની અનુક્રમે જાડાઈ ૧ ૮૬,૦૦૦ ફટ, ૯૧,૦૦૦ ફૂટ અને ૭૨,૦૦૦ કુટ છે. દર હજાર વર્ષે એક ફૂટનું પડ બંધાય એમ સાધારણ રીતે ધારવામાં આવે તો એ પ્રમાણે પૃથ્વીનું વય (સ્તર બંધાવાની શરૂઆત થઈ એ સમય સુધીનું) પ૦ કરોડ વર્ષનું આવે; કેટલીક બીજી અસમાનતાને લઈને સ્તર બંધાવાને પ્રકાર એકસરખી ઝડપે ચાલ્યો ન હશે; એથી આશરે વધુમાં વધુ ૨૧૯ કરોડ વર્ષનો સમય પણ વિત્યો હોય તો નવાઈ નહીં. એટલે આપણે સ્વાભાવિક રીતે આશરો કાઢીએ કે ભૂસ્તરપડો બધાંતાં કંઈ નહીં તે ૫૦ થી ૨૧૦ કરેડ વર્ષ લાગ્યાં હશે.
૫૦ થી ૬૦ વર્ષ અગાઉ જળ અને જીવ વિનાની ઉષ્ણ પૃથ્વીને ઠંડી પડતાં કેટલો વખત લાગ્યો એની ગણતરી લોર્ડ કેલ્વીને કરી. એના સિદ્ધાંત તિકશાસ્ત્ર ઉપર આધારભૂત હતા. પૃથ્વીને ઠંડી પડતાં અને હાલની સ્થિતિમાં આવતાં ૪ કરોડથી વધુ વર્ષ નથી લાગ્યાં, એમ એની ગણના હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com