________________
પૃથ્વીને ઇતિહાસ એમ માની શકાય છે. ૧૭૧૫માં જૉલી નામના ભૂસ્તરશાસ્ત્રીએ સમદ્રની ખારાશ ઉપરથી પૃથ્વીના વયની ગણતરી કરી હતી. જમીનની સપાટી ઉપરથી દર વર્ષે કેટલું મીઠું સમુદ્રમાં ઘસડાઈ જાય છે એની ગણતરી થાય અને સમુદ્રમાં રહેલા કુલ મીઠાંનું માપ નીકળે તો જરૂર પૃથ્વીના વયના આશરામાં એક મહત્વનો ભાગ જાણવાનો મળે. આ ગણતરી ચોક્કસ રીતે થાય એ માટે અનેક ઠેકાણે જઈને સમુદ્રના પાણીનાં, નદીઓમાં, વહેતા પૂરનાં અને જમીનના ખારાશનાં પરિમાણે નિયત કર્યો હતાં. એ સર્વની સરેરાશ કાઢીને છેવટની ગણતરી કરી હતી. નીચે દર્શાવેલા કેષ્ટકમાં એ ગણતરી સ્પષ્ટ જણાશે,
સમુદ્રના પાણીનો જથ્થો ... ... ૧,૧૭,૮૦,૦૦૦ અબજ ટન સમુદ્રના પાણીમાં મીઠાનું પ્રમાણ ૧.૦૮ ટકા. સમુદ્રમાં ઓગળેલા મીઠાનું વજન ૧,૨૬,૦૦,૦૦૦ અબજ ટન દર વર્ષે જમીન ઉપરથી ઘસડાઈ
ઉમેરાતાં મીઠાંનું વજન .. ૧૫૬ કરોડ ટન સમગ્ર મીઠાંને ભેગાં થતાં લાગેલો વખત
• • ૮,૧૦,૦૦,૦૦૦ વર્ષ એ ઉપરથી એમ લાગે છે કે સમુદ્રની ઉત્પત્તિને સમય ૮૧૦ લાખ વર્ષ પહેલાનો હોવો જોઈએ. આમ છતાં આ ગણતરીમાં ભૂલ હોવાનો સંભવ છે. દાખલા તરીકે (૧) દર વર્ષે સમુદ્રમાં ઉમેરાતાં મીઠાંનું પ્રમાણ ૮ કરોડ વર્ષ સુધી એકસરખું કાયમ રહ્યું હશે કે કેમ ? (૨) ઉત્પત્તિ વેળા સમુદ્ર ખારો હતો કે મીઠે ? (૩) ઘણી વાર સમુદ્રમાં ફાટતા જ્વાળામુખીદ્વારા મીઠાંને ઉમેરે થયો કે કેમ? (૪) રાસાયણિક ક્રિયાથી મીઠું ઉત્પન્ન થયું કે કેમ ? ? (૫) પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ એ ને એ જ રહ્યું હશે કે કેમ ? વગેરે પ્રશ્નો ઉદ્દભવે છે. આવી રીતના અનેક આધારેને લક્ષમાં લેતાં એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com