________________
પૃથ્વીનું વય
પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, એ આગળ જોયું છે,
પરંતુ ત્યાર પછી કેટલાં વર્ષે એ અત્યારની સ્થિતિને પ્રાપ્ત થઈ છે, એ જાણવું પણ એટલું જ અગત્યનું છે. પૃથ્વીને! જન્મ કયારે થયેા હશે એ વિષે અસલના જમાનામાં અનેક વાદે ચાલતા હતા. સાઈસરા કહેતા હતા કે સૃષ્ટિ એ લાખ વર્ષ ઉપર સંપ્લવમાંથી ઉત્પન્ન થઈ હતી. ખાખીલેાનના ભવિષ્યવેત્તા માનતા કે સૃષ્ટિ અને મનુષ્યની ઉત્પત્તિ એકી સાથે પાંચ લાખ વર્ષ પહેલાં થઈ હતી. ઈરાનના ઝેરાસ્ટર મત પ્રમાણે પૃથ્વીનું વય ૧૨,૦૦૦ વર્ષથી વધુ નથી. હિંઃ મત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ ઈ. સ. પૂર્વે ૪,૦૦૪ના ધાર્મિક વર્ષમાં થઈ હતી. ખ્રિસ્તી મત પ્રમાણે પૃથ્વીની રચના અને મનુષ્યની ઉત્પત્તિ એક અઠવાડીઆમાં પ્રભુએ પૂરી કરી હતી. હિન્દુસ્તાનના તત્ત્વજ્ઞો એમ માનતા હતા કે જગત અને બ્રહ્મ માયારૂપ છે અને યુગે યુગે નાશ પામી પાછાં સર્જાય છે. દરેક મહાયુગ (સત્ય, દ્વાપર, ત્રેતા અને કળિ) પછી પૃથ્વી ઉપર પ્રલય થાય છે અને ત્યાર પછીના અનન્તકાળની શૂન્યતામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. આ રીતે કાઈ પણ એ ધર્માં પૃથ્વીના ઉત્પત્તિ કાળ વિષે સંમત થતા નથી.
પૃથ્વીના વય વિષે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સંશાધન શરૂ થયું. તે પહેલાં એના વયની સંખ્યા થેાડાક હજારથી લાખે વર્ષની હાય એમ અનેક મતે ઊપરથી માલમ પડતું. એ સર્વ મતાની પાછળ ધાર્મિક માન્યતા કે પછી બુદ્ધિવાન મનુષ્યાની મનસ્વી કલ્પનાનું બળ રહેલું હતું. વિજ્ઞાનની પ્રવૃત્તિ સાથે ઘણાને લાગ્યું કે એ સર્વ કલ્પનામાં કંઈ તથ્ય નથી અને પૃથ્વીના વયની કલ્પના વૈજ્ઞાનિક આધારે થવી જોઈએ. પૃથ્વીનેા સંપૂર્ણ ઈતિહાસ ખબર ન હેાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com