________________
પૃથ્વીને ઈતિહાસ આ સમય અને ઉપર દર્શાવેલ ભૂસ્તરશાસ્ત્રીઓને સમય એ બેમાં અત્યંત ફેર છે, અને ઘણું એમ માનતા હતા કે લેંડ કેલ્વીનની ગણનામાં કંઈ પણ ભૂલ હોવી જોઈએ. આ બાબતમાં ઘણા વિવાદો ચાલ્યા અને છેવટે એમ પુરવાર થયું કે લોર્ડ કેવીનની ગણતરી ભૂલભરેલી હતી અને ભૂસ્તરશાસ્ત્રીઓને આશરે વધુ પાયાવાળે છે. આમ ભૂસ્તરશાસ્ત્રીને આશાવાદ ખરો કર્યો.
એ ઉપરાંત આકર્ષણવાદ ઉપરથી પણ પૃથ્વીનું વય અમુક હદ સુધીમાં નિયત થઈ શકે છે. એ વાદના સિદ્ધાન્ત પ્રમાણે એમ માલમ પડે છે કે સર્વ ગ્રહો જ્યારે સૂર્યમાંથી છૂટા પડ્યા ત્યારે મેટી કક્ષામાં ફરતા હશે અને જેમ જેમ એ ઠંડા પડી કદમાં સંકેચાતા ગયા, તેમ તેમની કક્ષા નાની થતી ગઈ છે. ખાસ કરીને વાયુની ઘનતા અને હાલની કક્ષા એ બન્ને ઉપરથી એ ગ્રહની ઉંમર શોધી શકાય છે. આવી રીતે દરેક ગ્રહની હાલની કક્ષા અને તેના વાયુની ઘનતા ઉપરથી તેમની ઉત્પત્તિને સમય શોધતાં દરેક પ્રહની ઉંમર લગભગ સરખી જ આવે છે, અને આશરે ૧૦૦ થી ૫૦૦ કરોડ વર્ષ પહેલાં સર્વ ગ્રહની ઉત્પત્તિ થઈ હશે, એમ લાગે છે. આ સિદ્ધાન્તને આધારે પૃથ્વીનો જન્મ કાળ વધુ ચોકસાઈથી નિયત થયેલ ગણી શકાય; કારણ કે એમાં વર્ષોની ગણતરી સૂર્યથી પૃથ્વી છૂટી પડ્યાની શરૂઆતથી જ થાય છે, જ્યારે બીજી ગણતરીમાં અમુક કાળ સુધીની જ ગણના થાય છે. ચંદ્રના આકર્ષણને લઈને સમુદ્રના પાણી હમેશાં તે દિશામાં ઉપસેલાં રહે છે. એટલે પરિણામે પૃથ્વીની ચક્રગતિ ધીમી પડતી જાય છે. આથી કરીને ચંદ્ર પૃથ્વીથી દૂર અને દર સરતો જાય છે. જે આપણે એમ ધારીએ કે ચંદ્ર પૃથ્વીથી વાયુરૂપ સ્થિતિ વખતે છૂટો પડી ક્રમશઃ દૂર ગયો છે તો અત્યારની કક્ષામાં આવતાં કેટલે સમય ગયે, એ તારવી શકાય. આ ગણતરી પ્રમાણે એ સમય પણ ૫૦૦ કરોડ વર્ષની અંદર આવે છે. આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com