________________
પૃથ્વીનું વય અને પ્રાણુઓને સંકર કરીને નવી જાતિઓ બનાવી શકે છે, પરંતુ તે કુદરતી નહીં, પણ કૃત્રિમ છે. કુદરતી ફેરફાર ધીમા હોવાથી સઘળાં પ્રાણીઓની ઉત્ક્રાંતિ માટે વિસ્તૃત સમય જોઈએ. પ્રાથમિક પૃથ્વીમાં પ્રાણીઓની પ્રથમ ઉત્પત્તિને સમયને નિર્ણય કરવાને આપણી પાસે પૂરતી સામગ્રી નથી, કારણ કે આ ફેરફારે કેટલી ઝડપથી થાય છે તે આપણે જાણતા નથી. છતાં આ સમયને ઓછામાં ઓછા ત્રણ કરોડ વર્ષ અને વધારેમાં વધારે આશરે ત્રીસ કરોડ વર્ષ થયાં હશે. દાખલા તરીકે મનુષ્યના હાથનાં ઘણાં જ પ્રાચીન હથિયારોના અવશેષો વગેરેની શોધ ઉપરથી એમ કહેવાય છે કે હાલના મનુષ્યને મળતું આવતું એક પ્રાણી આશરે છ લાખ વર્ષ ઉપર પૂંછડી વગરનાં વાંદરાંની સાથે રમતું હશે. પોતાની આસપાસનાં પ્રાણીઓ ઉપર પિતાની સરસાઈદેખાડવા અને અમલમાં મૂકવા માટે પહેલાં તો તેનામાં “મગજ” બનવાની તૈયારી થઈ હશે. હજારો વર્ષો સુધી આવી પ્રગતિ પછી મગજ રાખવાની. ખોપરી મજબૂત થઈ હશે. ત્યાર પછી બીજા પ્રાણીઓથી પિતાની રક્ષા કરવાને માટે ગુફાઓ બનાવવાને, પત્થર ફેંકવાને અને લાકડી ફેરવવાને માટે જરૂરી હાથના પ્રકારમાં ફેરફાર થવાને હજાર વર્ષ લાગ્યા હશે. આવા ઘણું પ્રયત્ન પછી લાંબા કાળે મનુષ્યને હાલનું સ્વરૂપ પ્રાપ્ત થયું હશે. જેમ પિતાની અકકલ વધતી ગઈ તેમ પિતાના નખ અને દાંત વડે કામ કરવાનું મૂકીને તેણે હચિઆર બનાવવા માંડ્યાં. આ હથિયાર પહેલાં પત્થરનાં હતાં, અને પછી કાંસા અને લોખંડનાં થયાં. મનુષ્યનાં બનાવેલાં સર્વથી પ્રાચીન પત્થરનાં હથિઆરે આશરે દોઢ લાખ વર્ષ પહેલાંના જમીનના સ્તરમાંથી મળી આવે છે. તે સમયથી મનુષ્યને હાલનું રૂપ પ્રાપ્ત થયું હશે, કારણ કે ત્યારપછી તેના રૂપ અને શરીરમાં ખાસ ફેરફાર થયો હોય એમ લાગતું નથી. તે સમયે તેને અગ્નિ કેવી રીતે સળગાવવો એ, અથવા તે પિતાના હાવભાવ અને વિચારો કેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com