________________
પૃથ્વીને ઈતિહાસ ઉપરના જૂદા જૂદા ખડકોમાં સ્વયંવભાજી તરોમાંથી કેટલું સારું ઉત્પન્ન થયું છે એનું પ્રમાણ કાઢીએ તે એને ભેગાં થતાં કેટલો સમય વિયે, એ સહેલાઈથી ગણી શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે પૃથ્વીની સપાટી ઉપર અનેક જગ્યાએ મળી આવતાં સ્વયંવિભાજી તોની સાથે ભેગાં થયેલા સીસાંની ઉપરથી કરેલી પૃથ્વીના વયની ગણતરી લગભગ સરખી જ આવે છે. સહજ વિસ્તૃત અર્થમાં એ ગણતરી લેતાં પૃથ્વીનું વય ૧૨૦ થી ૫૦૦ કરોડ વર્ષની વચ્ચે ગણી શકાય.
પૃથ્વીની ઉપર હાલ વસતાં પ્રાણીઓ પૃથ્વીના સ્તરોમાંથી મળી આવતાં પ્રાચીન પ્રાણીઓના અવશેષો કરતાં જુદા પ્રકારનાં છે; છતાં તેમનામાં મળી આવતાં રૂપ અને વર્તનના સાદસ્યને લીધે તેમની ઉત્ક્રાંતિનાં પગથી સંબંધી માહિતી મળી શકે છે. એક કુદરતી નિયમ પ્રમાણે પ્રાણીઓની પ્રત્યેક જાતિની સંખ્યામાં બેહદ વધારો થઈ શકતો નથી. દાખલા તરીકે એક જ સ્થળે પ્રાણીઓની એક કરતાં વધારે જાત થાય તે આખરે તેઓમાં લડાઈ થઈને સૌથી સરસાઈ ભગવતી જાત છવતી રહે છે. આ જીવનાર પ્રાણી કંઈ હમેશાં વધારે મજબુત અને નિર્દય હોય છે તેમ હોતું નથી. આ પ્રમાણે એક જ જાતિમાં બીજાં પ્રાણીઓ કરતાં જીવવાને માટે સર્વથી વધારે લાયક હોય તે જ પ્રાણી જીવી શકે છે. આ લાયકાત મેળવવાને કેટલીક વખતે પ્રાણીઓને પિતાના રૂપમાં અને શરીરમાં ફેરફાર કરવો પડે છે. આ ફેરફાર કરવાની જરૂરીઆતને લીધે જ એક જાતમાંથી અનેક જુદાં પ્રાણીઓ ઉત્ક્રાન્ત થાય છે. હવે આ કુદરતી ઉત્ક્રાંતિ એટલી બધી ધીમી હોય છે કે મનુષ્ય હજાર વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ પિતાની નજીકના પ્રાણીઓમાં આવા ફેરફાર જોઈ શકતા નથી. અલબત્ત, મનુષ્ય પોતાની મરજીથી જૂદી જૂદી જાતની વનસ્પતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com