________________
ભૂસ્તર પડેનું સ્થિતિ પરિવર્તન
બાકીના ભિતરના વિસ્તૃત ભાગમાં ઉષ્ણ વાયુ કે પ્રવાહી ભરેલો છે. બહારના પડ કરતાં અંદરની ઘનતા પણ વિશેષ છે. એથી ધ્યાનમાં આવશે કે ઉપરના પડને દબાણ અથવા સ્થિતિસ્થાપકતાનું બળ કેટલું નિર્જીવ છે. ભીતરના મહાન પાવક ઉપર તરતું રહેતું પ્રમાણમાં કાગળ જેવડું જાડું પડ જે કાળે કાળે સમુદ્રમાં ડૂબી બહાર આવે છે એના ઉપર જે નિશ્ચિતતાથી મનુષ્ય પોતાની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે એ જે ખરેખર આશ્ચર્ય લાગે છે. તાજમહાલ, પીરામડ, ચીનની દિવાલ કે અમેરિકાનાં ગગનચુંબી મહાલયો બાંધી એ પોતાની સ્મૃતિ ચિરંજીવ કરવા માગે છે, પરંતુ એ ભૂલે છે કે એ સર્વ સમૃદ્ધિ અને સંસ્કૃતિને સમેટી લઈ એનાં સ્મારકે જમીનના પડ સાથે ભીતરના મહાસાગરમાં ડૂબી જનાર છે. આવાં અનેક નાશકારક બળોના ભયમાં રહેલી પૃથ્વીના પડમાં અત્યારે ચેતનનો જીવનદીપ પ્રજવલી રહ્યો છે.
The hills are shadows, and very flow From form to form, and nothing stands; They melt like mists, the solid lands Like clouds they shape themselves ago.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com