________________
ભૂસ્તર પડાનું સ્થિતિ પરિવર્તન દાખલ થાય છે ત્યારે એ વધુ ઉડે ડૂબે છે; કારણકે પ્રવાહીની ઘનતા જેમ ઓછી થાય છે તેમ અંદર તરતી વસ્તુ વધુ ઉડે ડૂબે છે. એ જ રીતે અત્યારના જમીનનું પડ ૨,૫૦,૦૦,૦૦૦ વર્ષ પછી અંદરના પ્રવાહીમાં ડૂબતાં, જમીનની સપાટી નીચે ઉતરી જશે. અને આ સર્વ જમીન ઉપર સમુદ્રના પાણી ફરી વળશે. ઘણા લાંબા કાળ પછી જ્યારે પાછું અંદરનું પ્રવાહી ઠંડું પડવાથી ઘન થશે ત્યારે એ જ સપાટી વધુ ઉંચે આવશે. જેલીના મત પ્રમાણે ભૂતકાળમાં અનેક વાર આવી રીતે જમીનનાં પડે સમુદ્રની ઉપર નીચે થયાં છે અને એ દરમ્યાન વારાફરતી નવાં સ્તરે બંધાયાં હશે અને જૂનાં પડે ઘસાયાં હશે.
ઉપર દર્શાવેલો એકસામટા મહાન પરિવર્તન સિવાય નાના પ્રદેશમાં પણ જમીનના ફેરફારે ચાલ્યા કરે છે, જેથી જમીનની ઉપર આવેલું પડ કેટલીક વાર સમુદ્રમાં ડૂબી જાય છે અને લાંબા કાળ પછી ઉપર આવી વળી પાછું ડૂબે છે. ઇંગ્લેન્ડના અગ્નિ ખૂણામાં એવાં પડે છે જે વારાફરતી જમીન અને સમુદ્રમાં ઉપર તળે થએલાં છે. નેપલ્સની સપાટીમાં પિઝલી પાસે એક નેધવાલાયક બનાવ આ જ જાતના પાના ફેરફારની સાક્ષી પૂરે છે. સમુદ્રથી થોડે દૂર આરસની દિવાલવાળુ ગ્રીક મંદિર આવેલું છે. એવું તળીઉં સમુદ્રની સપાટીથી ઘણું જ થયું ઉડે ગયેલું છે. એના સ્તૂપના નીચેના નવ ફુટ બાદ કરતાં બાકીના ૧૨ કુટ ભાગે હજી જેવા ને તેવા લીસા છે. ત્રીજા સૈકામાં તે આખા મંદિરના આરસ લીસા હતા, એમ માનવામાં આવે છે. ત્યાર પછી એલેક્ઝાન્ડરના સમય સુધીમાં એને કેટલેક તળીને ભાગ સમુદ્રમાં ડૂબી ગયા હતા. ત્યાર પછી પાછે એ ભાગ ઉચે આવવા લાગે અને અંતે એ મંદિર વળી પાછું સમુદ્રની ઉપર આવી ગયું છે. સ્વીડનના દક્ષિણ ભાગની જમીન વધતા ઓછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com