________________
પૃથ્વીને ઈતિહાસ વરસાદને લીધે અને ભીતરમાં ઉત્પન્ન થતાં દબાણથી થતી જમીનની ફેરફારીને આભારી છે.
બધા ભૂસ્તરશાસ્ત્રીઓ કબૂલ કરે છે કે જમીનના સ્થિતિપરિવર્તનનું એક મુખ્ય કારણ અંદરના દ્રવ્યની ઉષ્ણતા ઓછી થવાનું હોવું જોઈએ. બહારનું ઠંડું પડેલું પડ નીચેનાં ઠંડાં પડી સંકોચાતાં પડ ઉપર ધસી રહ્યું છે, અને એમ થતાં એના પડમાં ઘણું દબાણ ઉત્પન્ન થાય છે. આ સમાન્તર દબાણને લીધે જમીનનાં પડે વળી જાય છે, અને કેટલાંક પડો તૂટી જઈ એક બીજાં ઉપર સરી જાય છે. બે બાજુના સમાન્તર સામસામાં દબાણથી વચ્ચેનું પડ ઉપસી આવે છે, અને બન્ને બાજુની જમીન નીચે ઉતરી જાય છે. જમીનની સપાટીની અસમાનતાનું મુખ્ય કારણ આજ છે.
પૃથ્વીની ચક્ર ગતિથી વધતી ઓછી ઘનતાવાળા સ્તરો ઉપર કેન્દ્ર-ઉપગામી બળ (Centrifugal force) લાગવાથી પણ જમીનના પડનું સ્થિતિ પરિવર્તન થાય છે.
જમીનના ઉપરનાં ઘન પડો નીચેના (Plastic) પડ ઉપર તરતાં રહેલાં છે. એ દ્રવ્યમાં સ્વયંવિભાજી તો (Radioactive elements) વિશેષ પ્રમાણમાં છે અને એમના પરમાણુ સતત ભાંગી જતા હોવાથી ઘણી ગરમી આપોઆપ ઉત્પન્ન થયાં કરે છે. આ ગરમી ઘણો લાંબો વખત સુધી ઉદ્દભવે તે હાલનાં (Plastic) દ્રવ્ય પ્રવાહી બની જાય. જોલી. નામના ભૂવેરાના મત પ્રમાણે ૨,૫૦,૦૦,૦૦૦ વર્ષમાં અત્યારનું દ્રવ્ય તદ્દન પ્રવાહી થઈ જશે. આમ થવાથી એ ભીતરના દ્રવ્યની ઘનતા ઓછી થશે અને અત્યારના સપાટીનાં ઘન પડે એ પ્રવાહીમાં વધુ ઉડે ડૂબશે. દાખલા તરીકે રાતા સમુદ્રના પાણીની ઘનતા વધુ હોવાથી, જ્યારે એક સ્ટીમર રાતા સમુદ્રમાંથી નીકળી અરબી સમુદ્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com