________________
ભૂસ્તર પડેનું સ્થિતિ પરિવર્તન આગળ જોયું તેમ જે હવા, તાપ વગેરેની અસર લાં વખત કાયમ રહે તે જમીન ધીમે ધીમે વરસાદના પાણીથી ધોવાઈ ને નીચી થતી જાય અને સપાટી ઉપરની અસમાનતા કાળક્રમે જતી રહી જમીનની સપાટી ઘસાઇને સમુદ્રની સમતળ થઈ જાય. આથી આપણે એમ કલ્પી શકીએ કે ઘણા લાંબા કાળ પછી પૃથ્વીની બધી જમીન સમુદ્રમાં ડુબી જશે. પરંતુ ઉપર દર્શાવેલાં બહારનાં કારણે સિવાય જમીનના ભીતરની ઉષ્ણતાનાં બળો હજી શાન્ત થયાં નથી અને એથી ધરતીકંપ, જવાળામુખી જેવા મહાન સ્થિતિ પરિવર્તન કરનારા બનાવો પૃથ્વીના પડ ઉપર અણધારેલા ફેરફારો કરે છે. એ ઉપરાંત આપણા લક્ષમાં ન આવે એવા સપાટીના ઘણું જ ધીમા ફેરફારો નિરંતર ચાલ્યા કરે છે અને એને લીધે જ સમુદ્રમાં બંધાતી જમીન કાળક્રમે ઉપર આવે છે, જ્યારે કેટલીક હવામાં ખૂલી જમીન સમુદ્રમાં ડુબી જાય છે. કેટલાક પર્વતોનાં પડ તપાસતાં માલમ પડયું છે કે એમાંથી સમુદ્રમાં આવનારાં પ્રાણીના અવશેષો મળી આવે છે. દાખલા તરીકે આપુરના ૧૦૬૫૦ ફૂટ ઉંચા ડાયાબ્લેટ પર્વત ઉપરથી અને હિમાલયમાં ૧૬૦૦૦ ફુટ ઉંચાઈ સુધી સમુદ્રના પ્રાણીના અવશેષો મળી આવે છે. આટલી ઉંચાઈએ મળી આવતાં ચિહ્નો એ જ સૂચવે છે કે અત્યારે ગર્વથી પોતાના શિખર ઉંચા રાખી મહાલતા હિમાલય અને આપસના પહાડે પણ સમુદ્રમાં ડૂબેલા હતા. આ ઉપરથી એમ લાગે છે કે ભીતરના કંઈક ફેરફારેથી કાં તો જમીન ઉંચી આવી હશે, અગર સમુદ્ર ઉડે ગયો હશે, અથવા બન્ને બનાવ સાથે બનવા પામ્યા હશે.
હિન્દને દક્ષિણનો મુખ્ય દ્વીપકલ્પ ઘણું પુરાતન કાળથી સમુદ્ર નીચે ગયે નથી. એ ભાગ ઉત્તર તરફ આરાવલીની પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com