________________
પૃથ્વીના ઇતિહાસ
પ્રવાહી ભાગ વચ્ચે ઠેકઠેકાણે પેાલાગુ પડી જાય છે, અને એથી ઉપરના ધન પડમાં તડ પડી જાય છે. આવી તડ કે ફાટ પડે ત્યારે ધરતીકંપ થાય છે.
७२
પૃથ્વીનું ઉપરનું પડ હજી વધુ ઠંડું પડતું જાય છે અને સંકાચાયાં કરે છે. આથી કરીને અંદરના પ્રવાહી ઉપર ખૂબ દબાણ આવે છે. આ દબાણ ક્રમશઃ એટલું તેા વધી જાય છે, કે છેવટે ઉપરનું પડે નબળા ભાગમાંથી ફાટી જાય છે.
આ ઉપરાંત ખીજા અનેક સિદ્ધાન્તા પ્રતિપાદન કરવામાં આવ્યા છે, પરંતુ એને માટે અહુ સબળ પુરાવા મળી આવતા નથી.
કદાચ જ્વાળામુખી અગર નવા ઉદ્ભવતા જ્વાળામુખી ધરતીકંપને માટે જવાબદાર હાઈ શકે. લાંબા અવલેાકન પછી માલમ પડયું છે કે જવાળામુખીને લીધે નાના આંચકા લાગે છે, પરન્તુ એ બહુ દૂર વિસ્તાર પામી શકતા નથી અને ધણુંખરૂં સ્થાનિક સ્વરૂપ જ પકડે છે. વળી ઘણા મેટા ધરતીકંપ એવી જગ્યાએ થાય કે જ્યાં જ્વાળામુખીનું અસ્તિત્વ છે જ નહીં. એ ઉપરથી એમ ચેાસ માનવાને કારણ છે કે જ્વાળામુખી ધરતીકંપના કારણભૂત છે જ નહીં.
ખીજા એક સિદ્ધાન્ત પ્રમાણે એમ માનવામાં આવે છે કે જેવી રીતે સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યના આકર્ષણને લઈ તે ભરતી એટ ચાય છે તેવી જ રીતે પૃથ્વીના ગર્ભમાં રહેલા પ્રવાહીમાં પણ ભરતી એટ થતાં હાય અને કાઈક વાર એ આકર્ષણ ઘણું તીવ્ર અની જતાં નીચેના પ્રવાહીના ઉપસવાથી ઉપરનું પડ ફાટી જાય અને ધરતીકંપ થાય. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે જેમ સમુદ્રની ભરતી અમાસના આસપાસના દિવસેામાં ઘણી મેટી હૈાય તેમ ભીતરના પ્રવાહીની ભરતીને લીધે થતા ધરતીકંપ મુખ્યત્વે અમાસ અને શુક્લપક્ષની શરૂઆતમાં થવા જોઈ એ. આમ છતાં એક લાખ જેટલા ધરતીકંપના સમયની સરેરાશ કાઢતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com