________________
ધરતીકંપ
માલમ પડયું છે કે અમાસની આસપાસના દિવસોમાં થતા ધરતીકંપનું પ્રમાણુ બીજા સમયે થતા ધરતીકંપથી કોઈપણ રીતે વિશેષ નથી. તેથી સૂર્ય ચંદ્રના આકર્ષણની સાથે ધરતીકંપનો સંબંધ નથી એમ સ્પષ્ટ થાય છે.
આ સિવાય બીજો એક સિદ્ધાન્ત હાલમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે. તેણે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. એ મત પ્રમાણે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું પડ અંદરના પ્રવાહી દ્રવ્ય કરતાં પ્રમાણમાં હલકે છે. એટલે ઉપરની જમીન અને ખાસ કરીને પવેતા નીચેના પ્રવાહી ઉપર તરતા રહે છે. કાળક્રમે અંદરનો પ્રવાહી રસ ઠંડે પડે છે ત્યારે પર્વતના નીચેના ભાગમાં પિલાણ પડી જાય છે. અને એ જગ્યા પૂરવા આમપાસની જમીન એકાએક ધસવાને લઈને ધરતીકંપ થાય છે. આ સિદ્ધાન્ત ઉપર દર્શાવેલા પહેલા સિદ્ધાંતને લગભગ મળતોજ છે. હમેશ પર્વતની હારમાળા નજીકમાં અથવા સમુદ્રમાંથી એકદમ ઉચા આવેલા ટાપુ નજીક ઉદ્દભવતા ધરતીકંપનું કારણ આ સિદ્ધાન્તને આધારે ચોક્કસ સમજી શકાય છે. એવું જણાય છે કે ધરતીકંપનો પટો મોટા પર્વતની હારમાળાની નજીક અથવા એકદમ ઉડા સમુદ્ર પાસે આવેલા ટાપુ નજીક થઈને પસાર થાય છે.
નાના પ્રકારના ધરતીકંપ ઘણે ભાગે પૃથ્વીના ઘન પડના કંઈક ફેરફારને લીધે જ થાય છે, એમ માનવામાં આવે છે, અને એનું કેન્દ્ર ઘણુંખરું સપાટીથી સાઠેક માઈલ ઉડે હોય છે. મોટા ધરતીકંપ પૃથ્વીની સપાટીથી ઘણા ઉંડાણમાં ઉદ્ભવે છે અને એનું કેન્દ્ર ૨૦૦ થી ૩૦૦ માઈલ નીચે હોય છે. આ ઉપરાંત વધુ ઉંડાણમાં પણ ધરતીકંપ ઉદ્દભવે છે, પરંતુ ૮૦૦ માઈલથી વધુ ઉંડાઈનાં કેન્દ્રના આંચકાઓ સપાટોને અસર કરી શકતા નથી, પરંતુ એની સૂક્ષ્મ ધ્રુજારી સીગ્રાફ યંત્રથી નેંધી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com