________________
પૃથ્વીને ઈતિહાસ ઘણાખરા મોટા ધરતીકંપ એટલા બળવાન હોય છે કે તે સમસ્ત પૃથ્વીને ધ્રુજાવી મૂકે છે. ધરતીકંપની ધ્રુજારી કેટલીક વાર પૃથ્વીની ઉપર એકથી વધુ પ્રદક્ષિણ કરે છે. બીજીવાર પ્રદક્ષિણા કરતાં ધ્રુજારી સહેલાઈથી સીગ્રાફમાં નોંધી શકાય છે. | Vઘણાખરા ધરતીકંપનાં કેન્દ્ર શેડે થોડે વર્ષે આમથી તેમ સ્થળાન્તર થયા કરે છે. એ ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે જમીનના પડનો ધસારો પ્રથમ એક બાજુના પિલાણમાં થાય છે અને ત્યાર પછી કેટલાંક વર્ષે એ પૂરાએલાં પિલાણનો ભાગ ઉલટી દિશામાં ધસી જાય છે. ખાસ કરીને જાપાનના ધરતીકંપનાં કેન્દ્ર બે સ્થળે બદલાયા કરે છે. ભીતરમાં એક જગ્યાએ પુરાણું થાય ત્યારે બીજી જગ્યાએ પિલાણ થાય; અને એ જ પિલાણ પાછું ઘણે વર્ષે પૂરાઈ જઈ અસલને સ્થળે પિલાણ ઉત્પન્ન કરે છે. કચ્છનો ૧૯૧૯નો ધરતીકંપ આ અનુમાનની પૂર્તિરૂપે છે. એ ધરતીકંપ વખતે કચ્છની એક બાજની સપાટી ઘણી નીચે ઉતરી ગઈ હતી, જ્યારે બીજી બાજુની સપાટી ઉંચે આવી હતી. ૨૦૦૦ ચો. માઈલ પ્રદેશ ૧૨ થી ૧૫ ફૂટ નીચે ઉતરી ગયે. સીંદરીનો કીલે જ્યાં અનેક નોંધવાલાયક લડાઈઓ થઈ હતી તે પણ સમુદ્રમાં સમાઈ ગયે હતો. બીજી બાજુ અલ્લાના બંધને નામે ઓળખતે ૬૦૦ ચો. માઈલ પ્રદેશ ઉચે આવ્યો હતો. હિમાલયના પ્રદેશમાં થયેલા થોડા ધરતીકંપનું સરવૈયું લેતાં પણ આ વસ્તુ ધ્યાનમાં આવે એમ છે. એ ધરતીકંપનું કેન્દ્ર નીચે પ્રમાણે બદલાતું રહ્યું છે: કાશ્મીર પંજાબ નેપાલ આસામ નેપાલ ૧૮૨૮ ૧૮૩૨ ૧૮૩૩ ૧૮૬૯ ૧૮૬૯ પંજાબ કાશ્મીર આસામ પંજાબ નેપાલ(બિહાર) ૧૮૭૫ ૧૮૮૫ ૧૮૯૭ ૧૯૦૫ ૧૯૩૪
ઉપરની હકીકત ઉપરથી સહેજે માલમ પડે છે કે ધરતીકંપનું કેન્દ્ર પ્રથમ કાશ્મીરથી આસામ અનુક્રમે પહોંચ્યું અને ઉલટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com