________________
પૃથ્વીને ઈતિહાસ કેટલાયે જમીનનાં પડ નીચાં થઈ ગયાં. કેટલાક પ્રદેશ પાણી અને કાદવ પૂરાવાથી ખેતી માટે નિરર્થક થઈ પડે. આ ઉપરાંત માણસની મૃત્યુની સંખ્યા પણ એટલી જ ભયંકર છે. મેગીર, શહેરમાં એક પણ ઘર ઉભું રહેવા પામ્યું ન હતું. મુજાફરપુર અને દરભંગામાં પણ એ જ પ્રમાણે લગભગ બધાં ઘર તૂટી પડ્યાં હતાં. આશરે ૭,૨૦૦ માણસો મરી ગયાં હશે એમ માનવામાં આવે છે. જુદાજુદા જીલ્લામાં મરણની સંખ્યા નીચે પ્રમાણે છે:
પટના ૧૪૨ મુજફરપુર ૨૫૩૯ ગયા ૩૪ દરભંગા ૨૧૪૯ શહાબાદ ૨૨ ભાગલપુર ૧૭૪ સરણ ૧૯૩ મેંગીર ૧૪૩૪
ચંપારણું ૪૯૯ પૂર્ણિઆ ૨ એ સિવાય નેપાલમાં લગભગ ૩,૪૦૦ માણસે મરી ગયાં હશે એમ ધારવામાં આવે છે.
બિહારના ધરતીકંપવાળો પ્રદેશ બન્ને બાજુએ ઘણું ઓછી ઘનતાવાળા વિસ્તારથી ઘેરાએલે છે. ઉત્તરમાં હિમાલયની તળેટીન. પથરાળા પ્રદેશને લઈને જમીનના ભીતરમાં દબાણ ઓછું છે અને દક્ષિણમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીના વિસ્તૃત પટને લઈને જમીનનું દબાણ પ્રમાણમાં વચલા ભાગ કરતાં ઓછું છે. સરેરાશ. દબાણને તફાવત ૩,૦૦૦ ફૂટ ઊંડા પથરાળા પડની બરાબર થાય છે. આથી કરીને ઓછા દબાણવાળા ભાગ પ્રમાણમાં ઊંચે આવતા જાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ વારંવાર લીધેલી સપાટીના માપ ઉપરથી એ વસ્તુ ઓખી તરી આવે છે. એવું માલુમ પડયું છે કે બનારસની આસપાસની જમીનની સપાટી ૨૦૦૬ કુટ (એક કુટના ૧૬મા ભાગ) જેટલી દર વર્ષે ઊંચે આવે છે. આવા ફેરફારને લઈને વચ્ચેના ભાગની જમીનનાં ભીતરનાં પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com