________________
૨૧
ધરતીકંપ ઉત્તર અને દક્ષિણ દિશામાં ધસતાં રહ્યાં છે. જ્યારે એ પાન ધસારો ઘણો જ વધી ગયો ત્યારે ધરતીકંપ થયો. ધરતીકંપ પછી કેટલાક દેશોમાં પૂર ફરી વળે છે, એ પણ એમ બતાવે છે કે આસપાસના નદીવાળા વિસ્તારની જમીન ઉચી આવે છે.
૨ ટાને ધરતીકંપ ૧૯૩૫ના મેની ૩૧મી તારીખે મળસ્કે ૩ વાગે થયો હતો. પ્રભાતની ગાઢ નિદ્રામાં પોઢેલાં લગભગ ૩૦ હજાર મનુષ્ય માત્ર અધ મીનીટમાં નાશ પામ્યાં. એ ધરતીકંપથી અસર થયેલા વિસ્તારના પ્રમાણમાં જે મરણ થયાં એ હિન્દુસ્તાનમાં આગળ થયેલા કોઈ પણ ધરતીકંપથી વધુ છે. કટા શહેર ૫,૫૦૦ કુટ ઉચે આવેલું હોવાથી ઉનાળામાં ત્યાં પુષ્કળ લેકે રહેવા અને ધંધાર્થે ઉપડી જાય છે. આથી સિંધના આસપાસના શહેરમાં ઘરેઘરે એ ધરતીકંપના વિનાશની અસર થઈ છે. ખાસ નુકસાન થયું એવા પ્રદેશનો વિસ્તાર માત્ર ૩૫૦૦ ચો. માઈલ જેટલો જ છે. એનાથી કટાનું આખું શહેર જમીનદોસ્ત થઈ ગયું. કહેવાય છે કે કવેટાની નજીકના એક પર્વતના બે ભાગ થઈ પાછા જોડાઈ ગયા હતા. કવેટા યૂરેપ અને એશીઆના ભૂકંપ પટા ઉપર આવેલું છે અને એની નજીકમાં ઉંચા પર્વતો આવેલા હોવાથી ભીતરના પડના વળીને ભાંગી તૂટી જવાથી ધરતીકંપ થયો હોય એમ મનાય છે. ધરતીકંપની અસર આટલા થોડા વિસ્તારમાં થઈ એનું કારણ એમ માનવામાં આવે છે કે ધરતીકંપની ધ્રુજારી ભીતરમાંથી શિરોલંબ (vertical) દિશામાં જ નીકળી હતી, અને ઘેડ વિસ્તારમાં એ ધરતીકંપની શક્તિ પરિમીત થવાથી નુકસાનનું પ્રમાણ અતિ ભયંકર થઈ પડયું
આમ એક ધરતીકંપથી જમીનના દબાણના ફેરફારો સમતોલા થઈ જતા નથી, એટલે હજી સદીઓ સુધી આવા બનાવો બનવાના, એ ચેકસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com