________________
પૃથ્વીને ઈતિહાસ પડે છે. એમ છતાં એમ માનવામાં આવે છે કે ભૂતકાળમાં એ
પનો વિસ્તાર પાંચ લાખ ચોરસ માઈલને હશે, જેમાંને પશ્ચિમ કિનારાને આફ્રિકાને સાંધતે પ્રદેશ હાલમાં સમુદ્ર નીચે ડુબેલે છે.
મુંબઈ પાસેના કિનારા ઉપર આ ટ્રેપની ઉંચાઈ ૧૦,૦૦૦ પુટની છે, દક્ષિણ તરફને છેડે ૨,૦૦૦ થી ૨,૫૦૦ ફુટ અને પૂર્વે અમરકંટક આગળ પ૦૦ ફુટ જાડાઈનાં પડે છે. ઉત્તરમાં સિંધ નજીક એ માત્ર ૧૯૦ કે ૨૦૦ ફુટ જાડાઈનો છે. કચ્છમાં એની જાડાઈ ૨૫૦૦ ફુટ છે. ટ્રેપના એક સ્તરની જાડાઈ ૧૫ થી ૫૦ કુટ સુધી હોય છે અને બે પડ વચ્ચે રાખ ધૂળ કે માટીનાં પડે પણ બંધાએલાં માલમ પડે છે. જે જગ્યાએ રાખનાં પડે માલમ પડે છે ત્યાં જવાળામુખી બહુ જોરથી ફાટયે હશે, એમ ધારવામાં આવે છે. આ ટ્રેપનાં પડે હજી પણ લગભગ ક્ષિતિજસમસૂત્ર (સમતળ) છે. ફક્ત મુંબઈના કિનારા નજીક અને રાજપિપળામાં આ પડ સહેજ ઢળાવ લે છે. આ ટ્રેપના પાષાણમાંથી બાંધકામમાં વપરાતા પત્થરો તૈયાર કરવામાં આવે છે, પરંતુ એનો કાળાશ પડતા રંગ હેવાથી જોઈએ એટલે ઉપયોગ થતું નથી. ખાસ કરીને રસ્તા બનાવવામાં એના પત્થરને ઉપગ બહુ બહોળા પ્રમાણમાં થાય છે.
ધરતીકંપ ( જવાળામુખીની પેઠે ધરતીકંપ પણ પૃથ્વીના પડમાં મહાન ફેરફાર કરે છે. ધરતીકંપ થાય એ જગ્યાએ જમીનની ઉથલ 'પાથલ થાય એ ઉપરાંત એની ધ્રુજારી હજારો માઈલ સુધી પોંચે છે અને એને લીધે જમીનના પડમાં મોટી તડે કે ફાટે પડી જાય અથવા તો નબળા ભાગોના સ્તર છૂટા પડી જાય છે. ધરતીકંપની ધ્રુજારી ઉપરની સપાટીદ્વારા અને ભીતરમાંથી વિસ્તાર પામે છે એટલે માત્ર ઉપરની સપાટીને જ અસર ન કરતાં ! ભીતરમાં પણ અનેક જાતનું સ્થિતિ પરિવર્તન કરતી હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com