________________
જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર - ૧૯ પ્રદેશો, વિશાળ પાયા ઉપર ભૂમિ ચીરી નીકળેલા લાવા રસના પટથી પથરાએલા છે.
ક્રિશિઅસ એટલે ચાકનાં પડ તૈયાર થતાં એ સમય વિત્યાર બાદ હિંદના દક્ષિણના પ્રદેશમાં આગ્નેય ઉપાધિને ભયંકર ક્ષોભ થયો ? હતે. આને પરિણામે જવાળામુખીમાંથી નીકળતા પદાર્થો મિશ્રિત લાવાનાં ઘણું જ જાડાઈનાં પડે અસ્તિત્વમાં આવ્યાં. સામાન્ય રીતે જવાળામુખીના સંકુમાંથી બહાર પડતા લાવાની પેઠે આ લાવા નીકળ્યો ન હતો, પરંતુ ભૂકવચ તેડીને મોટી ફાટોઠારા બહાર પડ્યો હતો. આ કાળમાં જે લાવા નીકળ્યો તે વધુ ઉષ્ણતાવાળો હેવાથી વધુ પ્રવાહી હતા, એટલે બહાર નીકળી મોટા વિસ્તારના પટ ઉપર પથરાયો હતો અને હજારે કુટ જાડાં પડ તૈયાર થયાં હતાં. આને પરિણામે એ કાળના ભૂમિના પૃષ્ઠની અસમાનતા નષ્ટ થઈ, એ લાવા ક્ષિતિજ સમસૂત્ર પથરાયો અને જમીનને સમતળ ઉચ્ચ ભૂમિ બનાવી દીધી. કોઈ અમુક સ્થળે જ જવાળામુખી ફાટયો હશે એવાં ચિહ્નો મળી આવતાં નથી. એટલે એમ ધારવામાં આવે છે કે એ ટ્રેપના પ્રદેશમાં ઠેરઠેર ચીરા અને ફાટે પડયાં હતાં. અને તેમાંથી જ એ રસ બહાર
પડ્યો હતો.
ચૂરેપના સ્વીડનમાં આ જાતને પાષાણ પથરાયેલો છે. અને એનો દેખાવ પગથી જેવો હોવાથી એવી રીતે લાવાં . રસથી ઉત્પન્ન થએલી ચઢતી ઉતરતી ભૂમિને ટ્રેપ નામે ઓળખવામાં : આવે છે. દક્ષિણના ઘાટો આ જાતના પાના બનેલા છે અને એક કાળે એ સમતળ હતા, પરંતુ વરસાદ, હવામાન અને ઉષ્ણતાની અસરથી ઠેકઠેકાણે પોચી ભૂમિ ધોવાઈ જતાં એમાં ખાડા ટેકરા પડીને સહ્યાદ્રી ઘાટ તૈયાર થયા છે. અત્યારે એ ટ્રેપને વિસ્તાર ૨,૦૦,૦૦૦ ચોરસ માઈલને છે. કચ્છ, કાઠીઆવાડ, ગુજરાત, દખણ, મધ્યહિંદુસ્તાન અને મધ્યપ્રાન્તમાં એ ટ્રેપનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com