________________
53
પૃથ્વીના ઇતિહાસ
ધરતીકંપ ચાલુ રહેવા છતાં કેટલાક લેાકેા આ ટાપુ ઉપર ઉજાણી કરવા ગયા હતા. આવી રીતે ત્રણેક માસ ચાલુ રહ્યું. ઉનાળામાં એના શિખરમાંથી મેાટા અવાજો નીકળવા લાગ્યા, જે શરૂઆતમાં દેશ માઇલ દૂર સંભળાતા હતા. ક્રમે ક્રમે એ અવાજો માટા થઈ ૩૦૦ માઈલ દૂર પણ સંભળાવા લાગ્યા. વળી રાખ અને ધૂળના ગેાટા પણ હવામાં નીક્ળવા લાગ્યા, અને અંતે એ એટલા જથ્થામાં નીકળવા લાગ્યા કે આસપાસના સેા માઇલના વિસ્તારમાં સૂર્યનું તેજ ઔલકુલ હરાઈ ગયું. ૧૦૦ માઇલ દૂર - ટેવીઆમાં ધાળે દિવસે દિવા સળગાવી જોવું પડતું. એગષ્ટ આવતાં જ્વાળામુખીની પ્રવૃત્તિ વધુ જોરવાળી બનતી ગઈ અને સર્વને લાગ્યું કે ભયાનક પરિણામ આવશે જ. જ્વાળામુખીના મુખમાંથી નીકળતી રાખમાં હવે આગની ચીનગારી દેખાવા લાગી. ૨૭ મી ઓગષ્ટે બે કે ત્રણ ભયાનક ધડાકા થયા. એ ટાપુના ઉત્તર અને દક્ષિણ તરફના ભાગા એકે કડાકે ઉડી ગયા, અને તુટેલાં પત્થર અને રાખ અતિશય ઉંચે ફેંકાયાં. આસપાસને સમુદ્ર પણ અંત તાકાની બન્યો, અને એનાં મેા ૫૦ થી ૧૦૦ ફુટ ઉંચે ઉછળ્યાં. એ વખતે થયેલા ધડાકાના અવાજો ૨૨૦૦ માઈલ દૂર દક્ષિણ ઑસ્ટ્રેલીમાં અને ૨૦૦૦ માઇલ દૂર સીલેાનમાં સંભળાયા હતા. ૩૦૦૦ માઈલ દૂર આવેલા રાડરીક્ષ નામના મેરીશીઅસ નજીક આવેલા ટાપુ ઉપર પશુ મંદ અવાજ ચાર કલાકમાં પહેાંચ્યા હતા. એ ધડાકા વખતે ઉડેલા પત્થર ૧૭ માલ ઉંચે ઉડયા હતા, અને ૨૫૦ માઈલ દૂર જઇ પડયા હતા. આ હાનારતને લીધે ૩૬,૦૦૦ માણસ મરી ગયાં અને ૧૮ ચારસ માઈલના ટાપુ જે સરેરાશ ૯૦૦ ફુટ ઉંચાઈના હતા તે સમુદ્રમાં ૧૦૦૦ ફુટ ડૅ ડુખી ગયા. આસપાસના ટાપુનાં જંગલ નાશ પામ્યાં અને હવામાનમાં પણ ભયંકર તાક્ાન ઉત્પન્ન થયું હતું. એ વખતે સમુદ્રમાં ઉદ્ભવેલાં માાં ૭,૦૦૦ માઈલ દૂર ગયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com