________________
જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરકારે
૧ નજરે પડે છે. કેટલાક કુવારાનાં પાણીનાં બુંદેમાં સૂર્યના પ્રકાશથી સપ્તરંગી મેઘધનુષ જોવાનું મળે છે. યલોસ્ટોન પાર્કમાં “ઓલ્ડ ફેઈથપુલ” (વૃદ્ધ વફાદાર) નામે એક કુવારો આવે છે. એ દરેક ૬૩ મીનીટના આંતરે પાણીને કુવારા બહાર કાઢે છે. મોટા અવાજ સાથે પાણી બહાર નીકળી ૧૦૦ ફુટ ઉચે જાય છે, અને પાંચ કે છ મીનીટ સુધી એ કુવારો ચાલુ રહે છે. ત્યારબાદ વળી એકાદ કલાક પછી પાછું પાણું બહાર નીકળે છે. જાણે કુદરતે એક ઘડીઆળ કેમ મૂકયું નહીં હોય! એ સિવાય પણ કેટલાક ફુવારા છે જેમાંથી નીકળતા પાણીનો જથ્થો જોતાં આશ્ચર્યચકિત થવાય છે. વળી આશ્ચર્યની વસ્તુ એ છે કે આસ-- પાસના પ્રદેશમાં આવેલા દરેક ફુવારાના માર્ગ તદન સ્વતંત્ર છે અને ઓછીવત્તી ઉંચી સપાટીમાંથી એ સર્વ નીકળે છે. આ ઉપરથી એમ લાગે છે કે એ પાણી ઘણી ઉંડાઈએથી નીકળતું હેવું જોઇએ.
આઈસલેન્ડના ગ્રેટ છસર(મેટે કુવારે)માંથી નીકળતા પાણીનું ઉષ્ણુમાન લગભગ ઉકળતા પાણી જેટલું હોય છે, જ્યારે એના માર્ગની અંદર રહેજ ઊડે એ કંઈ નહીં તે ૫૪૦ (ફેરનહીટ) વધારે હોવું જોઈએ. ઉપર આવતાં એ થોડું થઈ જાય છે. આટલી ઉષ્ણતાને લીધે ઘણુ વાર પાણી સાથે વરાળ પણ બહાર નીકળે છે. આવા ફુવારા દ્વારા નીચેના પડમાંથી ઘણું દ્રવ્ય દ્રાવણ રૂપે બહાર આવે છે.
જવાળામુખીની ખરી વિનાશક શક્તિ અને ભવ્યતા જ્યારે લાવા રસ બહાર પડે છે, ત્યારે જ માલમ પડે છે. લાવા રસને' પ્રવાહ જેટલા પ્રદેશમાં ફરે તેટલે પ્રદેશ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ઉપરની સપાટી ઉપર ઠરી જતાં નવીન જર્મોનના પડની રચના કરે છે. ઘણી ખરી વખત લાવા જવાળામુખીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com