________________
પૃથ્વીને ઈતિહાસ ઉપરના શિખરમાંથી બહાર નીકળી વહે છે, પરંતુ કેટલીક વાર આસપાસની જમીનમાં ફાટ પાડી પણ બહાર નીકળે છે.
ઘણુંખરું લાવાના રસમાં પાણીની વરાળ પણ ગંધાઈ રહેલી > હેય છે અને એ રસ બહાર નીકળતાં પ્રચંડ દબાણ ઓછું થવાથી મોટા ધડાકા (Explosion) સાથે વાદળ રૂપે હવામાં ઝૂમી રહે છે. એ રીતે અંત્યત ઉષ્ણુતા અને ભયંકર દબાણની અંદર રહેલું પાણીનું બળ એટલું બધું હોય છે કે જેથી જવાળામુખીના બંધ શિખરના ટુકડે ટુકડા થઈ જાય છે અને એ ધડાકાની સાથે નાના પત્થર અને રાખ સેંકડે માઈલ સુધી ઉડી જાય છે. લાવાનો રસ ઘણે દૂર સુધી પ્રસરી રહે છે, પરંતુ એમાંથી કેક ઠેકાણે વરાળ તે ઘણા લાંબા વખત સુધી નીકળ્યાં કરે છે. જે લાવાનું દબાણ ઉપરના શિખરની બરાબર શિલબ નીચે હોય તે પ્રથમ ઉચા ફુવારા રૂપે એ બહાર પડે છે. રાત્રીએ એવા અગ્નિના કુવારા જોવાનું દ્રશ્ય ખરેખર અદ્દભુત છે. મોનાલેઆમાંથી ૧૮પર માં હજાર ફુટ પહોળો લાવા રસને ફુવાર ૭૦૦ ફુટ •ઉચે ઉડ્યો હતો, અને ૧૮૬૮ માં એજ પ્રદેશમાં એક સામટા ચાર ફુવારામાંથી એક અઠવાડીઓ સુધી લાવા ૫૦૦ થી ૧,૦૦૦ ફુટ ઉચે ઉડ્યા કર્યો હતે. જ લાવા વધતી ઓછી ઝડપે પ્રસરે છે. સૌથી વધુમાં વધુ ઝડપી પ્રવાહ વિસુવીઅલ્સમાંથી ૧૮૦૫ ના ઓગષ્ટમાં નીકળ્યો હતો. એ પ્રવાહની ગતિ કલાકના ૪૫ માઇલની હતી, પરંતુ ઘણી ઘેાડી મીનીટમાંજ ઓછી થઈ ગઈ હતી. પ્રવાહની ગતિ લાવા દંડ પડવાથી અને વિસ્તૃત થવાથી ઓછી થઈ જાય છે. વધુમાં વધુ લાવા રસ નીકળેલા બનાવામાં નીચેના મુખ્ય ધ્યાન ખેચે છે. ૧૭૮૩ માં આઈસલેન્ડમાંથી નીકળેલ પ્રવાહ સૌથી પ્રચંડ હતું. લગભગ ૧૨ માઈલ લાંબી ફાટમાંથી વારંવાર લાવારસ નીકળ્યાં કર્યો હતો. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com