________________
પૃથ્વીને ઇતિહાસ જઈ સાથે ઘસડાઈ જાય છે. આ બરફ જ્યારે હિમષાથી નીચે ઉતરે છે ત્યારે એ ધીમે ધીમે એગળીને વિભક્ત થતું જાય છે, અને અંતે પાણરૂપ બને છે એવા બરફના ખડકે પાણીવાળા ભાગમાં આવે છે ત્યારે એની અંદર નાના નાના પાષાણ વિગેરે જડાયેલા હોય છે. બરફ પાણીમાં તરે છે એટલે એવા પાષાણે પણ ઘણે લાંબે સુધી બરફ પીગળે નહીં ત્યાં સુધી સહેલાઈથી ઘસડાઈ જાય છે. આમ પર્વતના ઉપરના ભાગના ખડકે બરફને લીધે તુટીને ઘસડાતા રહે છે. આવી રીતે ઘસડાઈ જતા ખડકાના કદ કેટલીક વાર ૪૦ હજાર ઘનફટ જેટલાં વિશાળ હોય છે. * ધ્રુવ પ્રદેશમાં શીઆળ આવતાં દરીઆની સપાટીનું દશેકટ પાણી કરીને બરફ બની જાય છે. એવે વખતે કિનારાની સાથે અથડાતાં પાણીમાં અનેક જાતના પદાર્થો જકડાઈ જાય છે, અને ભરતી ઓટને લીધે કાંઠા સાથે ઘસાય છે. આના ઘસારાથી કિનારે થોડે થોડે તુટતો જાય છે અને છૂટા પડેલા ભાગ બરફમાં વધુ- જકડાય છે. જે કિનારો ખડકવાળે હેય તે હિમ બંધાવાથી એ ખડકે તુટી જાય છે અને તેમાંથી નીચે પડતા પાષાણે સમુદ્રના બરફમાં જમા થઈ રહે છે. જ્યારે સાધારણ ગરમી પડવા લાગે છે ત્યારે સપાટીનું બરફ ચોસલાંઓમાં વિભક્ત થાય છે અને પાણીના પ્રવાહમાં એ ચોસલાંઓ ઉષ્ણ પ્રદેશ તરફ ઘસડાઈ જાય છે. ઉષ્ણ ભાગમાં પહોંચતાં એ ચોસલાં પીગળતાં જાય છે અને એની અંદર રહેલી વસ્તુઓ છૂટી પડી સમુદ્રમાં ડૂબી જાય છે.
આ ઉપરથી સહેજે સમજાશે કે ઠંડીને લીધે પૃથ્વીની સપાટીમાં ઘણા ફેરફાર થતા રહે છે. હિમાલય જેવા વિશાળ પહાડ નદીને સૂકાવા દેતા નથી અને ઉનાળામાં બીજાં પૂર લાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com