________________
પૃથ્વીનો ઇતિહાસ જાડા થર બંધાઈ ગયો હોય છે અને નીચે પાણું ભરાઈ રહે છે. આવી જ જાતના થર દરીઆની નજીકના નીચાણવાળા પ્રદેશમાં મેનગ્રોવ નામના છેડના વિનાશથી ઉત્પન્ન થાય છે.
મુંબઈની નજીક વસાઈની ખાડીની આસપાસ નીચાણવાળા પ્રદેશમાં ખારા પાણીમાં જીવનારા છોડનાં વિસ્તૃત જંગલ આવેલાં છે અને એ પ્રદેશ ઉપર સમુદ્રનું પાણી ફર્યા કરે છે. એ છેડ) જ્યારે નાશ પામે છે ત્યારે એમાંથી પણ એ જ જાતનાં પડ બંધાયો છે. હિંદમાં પણ બીજા પ્રદેશમાં એવા પીટવાળા પ્રદેશ આવેલા છે. નીલગીરીની કેટલીક ખીણવાળા પ્રદેશમાં પીટનો જથ્થો છે. જંગલ અને ડાંગરમાંથી ઉત્પન્ન થયેલા પીટના સ્તરે ગંગા નદીના
આબમાં કેટલેક સ્થળે મળી આવ્યા છે. જેલમના કાંઠાના કાશ્મીરના પ્રદેશમાં પણ પીટ બંધાએલો છે.
કાલસાનાં પડ પણ આવી જ રીતે વનસ્પતિનાં જંગલોના માટીના પડ નીચે દબાઈ જવાથી ઉત્પન્ન થયેલાં છે. ફેર માત્ર એટલો કે પીટવાળે પ્રદેશ હજી જમીનની સપાટી ઉપર હોય છે, જ્યારે કેલસાનાં પડ ઉપર ભૂમિનાં બીજાં પડ બંધાવાથી દબાઈને વધુ ઘન બન્યાં છે. જે જગ્યાએ કેસો મળે છે ત્યાં ઘણું લાંબા કાળ ઉપર વનસ્પતિનાં મોટાં જંગલ હોવાં જોઈએ. એ પ્રદેશની વનસ્પતિ નાશ પામતાં તેના ઉપર ઉંચાણવાળા પ્રદેશમાંથી ઘસડાઈ આવેલી માટીના સ્તર બંધાયા. ઉપરના દબાણથી અને સૂર્યના પ્રકાશ અને ગરમીના અભાવથી એ વનસ્પતિના અવશેષ કાળા કેલસા રૂપે બંધાઈ ગયા. કોલસાનાં નાનાંમોટાં પડ અર્ધા ઈંચથી માંડી ત્રીસ ફૂટ સુધી જાડાઈના હોય છે. કોલસાનાં પડ વધુમાં વધુ ૧૪,૦૦૦ ફુટ ઊંડે સુધી મળે છે. કોલસાનાં પડ બંધાવાને પણ ઘણો જ લાંબો સમય લાગે છે. ડસનની ગણત્રી પ્રમાણે અત્યારનાં ઊંડામાં ઊંડા કોલસાનાં પડ બંધાવાને ૬૦ લાખ વર્ષ વીત્યાં હશે. હિંદના કોલસાની નીપજમાંથી ૯૨ ટકા ભાગનો કેસો બંગાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com