________________
જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારો
લીધે આસપાસના પ્રદેશમાં ધોધમાર પાણી અને કાદવ પથરાઈ રહ્યો હતો. એ કાદવમાં આસપાસના દશ માઈલનો પ્રદેશ દટાઈ! ગયો હતો. અમેરિકાના કેટલાક જવાળામુખીમાંથી ઘણે કાદવ બહાર પડે છે. જોવાની અંદર પણ ઘણી વાર વિસ્તૃત પ્રદેશ કાદવના સો ફુટ જાડા થરથી દટાઈ જાય છે અને એવી જગ્યાએ કેઈક ઠેકાણે માત્ર તાડનાં ઝાડની ટોચ નજરે પડે છે. બર્માના આરાકાન કિનારા ઉપર અને ઇરાવતી નદી ઉપર મુખ્યત્વે રામરી અને ચંદુલા ટાપુમાં કેટલાક કાદવના જવાળામુખી આવેલા છે. જો માત્ર પાણી નીકળતું હોય તો તેનાથી ફક્ત સપાટી ધોવાઈ જઈ થોડું ઘણું નુકશાન થાય છે, પરંતુ કાદવથી નુકશાન થવા ઉપરાંત જમીનની સપાટી ઉપર નવ સ્તર બંધાઈ જમીનના પ્રકારમાં ઘણે ફેરફાર થાય છે4. કેટલાક જ્વાળામુખીમાંથી હમેશાં વરાળ અને બીજા વાયુઓ નીકળ્યાં કરે છે. જ્યારે એ જવાળામુખી જાગૃત થાય છે ત્યારે વાયુ અને વરાળનું પ્રમાણ ઘણું વધી જાય છે. એ વાયુ હવામાં ભળીને આસપાસની વનસ્પતિને નુકસાન કરે છે. હાઈડ્રોક્લોરીક વાયુ વરસાદના પાણીમાં મળી નીચે ઉતરતાં નવા ક્ષારો ઉત્પન્ન કરે છે. અને પાષાણને ક્ષીણ કરવામાં મદદ કરે છે. , ગંધકના વાયું. પણ પુષ્કળ પ્રમાણમાં નીકળે છે, અને એથી નવીન જાતના ક્ષારના પડ તૈયાર થાય છે.
કેટલાક મૃત થવાની અણી પર આવેલા જ્વાળામુખી પ્રદેશમાંથી કાર્બોનીક વાયુ ઠંડા અથવા ગરમ પાણીમાંથી પરપિટારૂપે નીકળ્યાં કરે છે. એવી જગ્યાએ નાનાં જંતુ અને પ્રાણીઓ મેરી જાય છે જાવાની મૃત્યુની ખીણ ત્યાંના ઝેરી વાયુ માટે જાણીતી છે. ત્યાં એક ઊંડા પિલાણમાંથી કાર્બોનીક વાયુ એટલે બધે નીકળે છે કે નીચાણના ભાગમાં હમેશાં હવાની જગ્યાએ ભરાઈ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com