________________
પથ્વીને ઈતિહાસ ભૂલેચુકે વાઘ, વરૂ અગર એવાં પ્રાણી નાસી જતાં એ જગ્યાની આસપાસ આવી ચઢે તે ગુંગળાઈ મરી જાય છે. એ જગ્યાએ મનુષ્ય સુદ્ધાંત કેટલાયે પ્રાણીના અવશેષ મળી આવે છે. જ્યાં તેલના ઝરા અને જલદ વાયુ નીકળે એવા કાસ્પીઅન પ્રદેશ, મેસોપોટેમીઆ, કુદિસ્તાન, યુનાઈટેડ સ્ટેટ્સ, બર્મો વગેરે પણ એક જાતના, જવાળામુખીની કક્ષામાં મૂકાય એવા પ્રદેશ છે. બાફના આગના કુવાએ વિશ્વવિખ્યાત છે. જ્યાં સુધી પેટ્રોલને હાથ કરવામાં ન આવ્યું ત્યાં સુધી કેટલાક પ્રદેશમાં આગ લાગી પેટ્રોલ અને કરસીન જેવાં તેલ કાયમ બળતાં રહેતાં હતાં. આ તેલ ભૂમિના સાધારણ ઊંડાઈનાં પડમાં વનસ્પતિના અવશેષ અને બીજા રાસાયણિક તત્તની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. બર્માના ઈરાવતી નદીના તળમાં મુખ્યત્વે માગ્યેથી પાકેકુ જીલ્લા વચ્ચે આવેલા પ્રદેશમાં તેલના કૂવા છે. એ સર્વમાં યુનાગ્યાંગ (માગે જીલ્લો), સીંગુ. (ગામ છલ્લે), નાગ્યાત (પાકોકુ જીલ્લો) અને મીંબુ (મીંબુ છલ્લે) મુખ્ય છે. એમાંથી દર વર્ષે નીચે પ્રમાણે તેલ નીકળે છે –
યુનાગ્યાંગ (૨૦,૦૦,૦૦,૦૦૦ ગેલન), સીંગુ (૬,૦૦,૦૦,૦૦૦ ગેલન), યૂનાગ્યાન (૫૦,૦૦,૦૦૦ ગેલન) અને મીંબુ (૫૦,૦૦,૦૦૦ ગેલન). આસામની અંદર લખમીપુર જીલ્લામાં ડીગબઈમાંથી (૪૫,૦૦,૦૦૦ ગેલન) તેલ નીકળે છે. ( ઉના પાણીના ઝરા પણ જવાળામુખીની શાન્ત થવાની સ્થિતિ (બતાવે છે. કેટલેક ઠેકાણે ઉના પાણીના ઝરા ફક્ત જમીનની ફાટમાં ઉડે ઉતરી પાછી ઉપર નીકળી આવવાને લીધે જ બનેલા હોય છે. પરંતુ આઈસલેડમાંના અસંખ્ય કુવારા જવાળામુખીના કાર્યને જ આભારી છે. ન્યુઝીલેંડના ઉત્તરના ટાપુમાં લગભગ ૧૦૦ માઈલના વિસ્તારમાં ઠેરઠેર ઉના પાણીના કુવારા આવેલા છે. એ કુવારાનું પાણી ઉચે ઉડતાં અનેક જાતના આહલાદક દેખાવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com