________________
- પર
પૃથ્વીને ઈતિહાસ ઘણું ખરું એ પડે સમુદ્રના તળમાંથી ઘણે લાંબે કાળે ભીતરના દબાણથી જ ઉપર આવે છે. જ્યાં ચાકને પાષાણ મળે છે, એ ભાગ એક કાળે અચૂક સમુદ્ર નીચે હોવો જ જોઈએ.
સમુદ્રમાં પરવાળાંના જંતુ પણ ઘણું વિસ્તારમાં પરવાળાંના ટાપુ ઉત્પન્ન કરે છે. જ્યાં સાધારણ રીતે ૬૮° (ફેરનહાઈટ ) ગરમી હોય ત્યાં પરવાળાંનાં જંતુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કાદવવાળા અને ઠંડા પાણીમાં એ જંતુ જીવી શકતાં નથી. આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર, મધ્ય અમેરિકાની આજુબાજુ અને ઑસ્ટ્રેલીઆની નજીક પરવાળાંના ખડકે ઘણી સંખ્યામાં બંધાતા રહે છે. આ ખડકે વધતી ઓછી ઝડપે બંધાય છે. જ્યાં ખડક બંધાવા લાગ્યા ત્યાં અસંખ્ય જંતુ ઉત્પન્ન થઈ મરી જાય છે; અને એક ઉપર એક એમ નવાં પડ બંધાઈ એ ટાપુ ઉપર આવે છે. પેસીફીક સમુદ્રમાં લગભગ ૨૮૦ પરવાળાંના ટાપુ છે. હિંદી મહાસાગરમાં પણ ઘણું પરવાળાંના ટાપુ છે. ઓસ્ટ્રેલીઆનું કિનારા નજીક ૧,૨૦૦ માઈલ લાંબી અને ૫૦ ફૂટ પહોળી ખડકની હાર બધાએલી છે.
મનષ્ય પણ જમીનની સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરવામાં એછે કાળા આપ્ટે_ નથી. કુદરતની આપેલી બક્ષીસને ઉપભોગ કરવામાં સંતોષ ન માનતાં એણે કુદરતની સામે જેહાદ માંડી એને વશ કરવામાં સંતોષ માન્યો છે. આમ કરવામાં એને કામચલાઉ ફત્તેહ મળી હશે પરંતુ ઘણી વાર એણે ભયંકર ખત્તા ખાધી છે. પિતાના ઉપયોગ માટે મોટાં જંગલ કાપી નાંખ્યાં અને પરિણામે ઉઘાડી પડેલી જમીનને વરસાદ અને હવાના ઘસારા વધુ લાગવા માંડ્યા. વળી વનસ્પતિ ઓછી થતાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. આવી રીતે થતાં નુકસાનની ઝાંખી થવા છતાં હજીયે પિતાની નાશકારક પ્રવૃત્તિમાં સંડો રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com