________________
પૃથ્વીને ઈતિહાસ એ જ માળાની લીટીમાં આવે એવો બીજો મૃત જવાળામુખી નારકેડમનો છે. વળી પુપા આગળ પણ એક ત્રીજે મૃત જવાળામુખી છે. પશ્ચિમમાં કહી સુલ્તાન નામને મૃત જવાળામુખી બલુચીસ્તાનમાં આવેલ છે. જવાળામુખી ફાટે છે ત્યારે એમાંથી મુખ્યત્વે નીચેનાં તો બહાર પડે છેઃ (૧) વાયુ અને વરાળ, (૨) ગરમ પાણી અને કાદવ, (૩) લાવા અને (૪) રાખ અને પાષાણ. વાયમાં ખાસ કરીને હાઈડ્રોકલેરીક વાય. નાઈટ્રોજન અને (એમેનીઆ ગેસ પુષ્કળ જથ્થામાં નીકળે છે.
જવાળામુખી ફાટવાનો હોય તે પહેલાં જમીનમાં મેટા અવાજ અને ખડખડાટ સંભળાય છે. વળી જવાળામુખીના )શિખરમાંથી વરાળ અને વાયુ વધુ જોરમાં નીકળે છે. જે ઉપરનું મુખ બંધ થઈ ગયેલું હોય તો હવા અને વાયુને ઉપર દબાણ કરીને નીકળતાં વાર લાગે છે. એથી જમીનમાં નાની ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એ મોટી થતાં ધરતીકંપના આંચકા શરૂ થઈ જાય છે. જ્યારે અંદરનું દબાણ પુષ્કળ વધી જાય છે ત્યારે ઉપરનું શિખર ટુટી જાય છે અને મોટા કડાકા સાથે નીચેને વાયુ અને લાવા બહાર નીકળે છે. ઘણીખરી વખત લાવા / ઉપરના શકુ (મુખ=crater) માંથી નીકળે છે પરંતુ કેટલીક વાર
એ પર્વતને ઘણે ઠેકાણે ફાડી નાંખી મોટા ચીરા પાડે છે. ઉપરનું શિખર ફાટવાની સાથે અતિ ભયાનક અવાજે થાય છે, અને મેટા પત્થરના ટુકડા દૂરદૂર ફેંકાઈ જાય છે. ૧૫૩૮માં નેપલ્સના અખાતમાં મેન્ટેનેવો નામનો એક નવો જ્વાળામુખી ફાટક્યો હતે. ૨૪ કલાકમાં એના શિખરમાંથી એટલાં રાખ, પત્થર અને ધૂળ કડાકા સાથે બહાર પડયાં હતાં કે તેમાંથી ૪૪૦ ફુટ ઉંચી અને દેઢ માઈલ ઘેરાવાની એક ટેકરી બંધાઈ ગઈ હતી.
જ્યારે ઉપરનું શિખર ફાટે છે ત્યારે સપાટીના ભાગના ટુકડાઓ પ્રથમ ઉંચે ફેંકાય છે. ત્યારપછી ભીતરના પદાર્થો બહાર આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com