________________
સજીવ વસ્તુને ફાળે
સજીવ વસ્તુના નાશમાંથી જમીનના સ્તરને એક મુખ્ય વિભાગ ઉત્પન્ન થાય છે. ખેતી થાય એવી જમીનનું સ્વરૂપ વનસ્પતિના નાશથી બદલાય છે. હિંદુસ્તાનની કપાસ ઉગે એવી કાળી જમીન આવા જ પ્રકારે લાંબા કાળના વનસ્પતિના વિનાશને લીધે ઉત્પન્ન થયેલી છે. રશીઆ અને અમેરિકામાં પણ આ જ પ્રકારે મોટા વિસ્તારની જમીન કાળી માટીમાં રૂપાંતર થઈ છે.
સમશીતોષ્ણ અને શીત પ્રદેશમાં વનસ્પતિના એક ઉપર) બીજા થર ઉત્પન્ન થાય છે. યુરોપ અને અમેરિકામાં લીલ જેવી રેષાવાળી વનસ્પતિ(શેવાળ)નાં મોટાં પડ બંધાય છે. છીછરા સરોવરમાં આવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે અને બહારથી ઘસડાઈ આવેલા કાંપમાં દટાય છે. આ લીલ સરોવર અગર મોટાં તળાવમાં ઉદ્દભવી પાણીમાં ઊડે વધતી જાય છે અને એક ઉપર બીજા પડ બંધાવાથી સરોવરના તળને અળગું બનાવે છે. આવી જાતના લીલના સ્તરે માટીમાં પુરાઈ જાય ત્યારે એ પીટ નામના કાળા કીચડ રૂપે એકરસ થઈ જાય છે. એના કાંપમાં પગ મૂકવાથી અંદર ખેતવા લાગે છે. એ સ્તરે ઘણી વાર ત્રીસ કે ચાલીસ ફુટ જાડા હોય છે. એ કાંપને સૂકવીને બાળવાના) કામમાં વાપરવામાં આવે છે. Yરેસ સાયર નામના પરગણામાં ૧૬૫૧માં પાઈને ઝાડનું એક જૂનું જંગલ હતું. પંદર વર્ષ પછી એ જંગલનાં મરી ગએલાં ઝાડને અંશ પણ રહ્યો ન હતો, અને એ જગ્યાએ કેડ સુધી માણસ ખુંતી જાય એટલે જાડે શેવાળને કાંપ બંધાયો હતો. ૧૬૯હ્માં તે એ પીટ સૂકાઈને બાળવાના બળતણ તરીકે પણ વપરાશમાં આવ્યો હતો. હાનોવરમાં પીટનો ૪ થી ૬ ફૂટ જાડા થર ૩૦ વર્ષમાં બંધાય છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં પીટના વિશાળ પટ છે. આયલેંડને લગભગ સાતમો ભાગ પીટના સ્તરવાળો પ્રદેશ છે. કેટલાંક એવાં સરોવર પણ છે કે જેની ઉપર લીલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com