________________
સજીવ વસ્તુને ફાળે અને ભેજના ફેરફારથી ધૂળના પટ જામે છે જેના સૈકાએ જતાં હજારથી દેઢહજાર ફુટ જાડા થર બન્યા છે, અને હજારે માઈલના વિસ્તારમાં પ્રસરેલા છે. એવાં કેટલાં યે અજ્ઞાત સરોવર હશે કે જે કાળક્રમે પુરાઈ જઈ જમીનની સપાટીને સમતળ બન્યાં હશે. સમુદ્રના તળ સિવાય બીજે જે સ્તર બંધાતા હેય તેના ઉપર થોડે વખતે ઘસારે લાગવાનો જ. સમુદ્રની નીચે ઘણા ઉડાણમાં બંધાતાં પડ જ્યારે ભીતરના દબાણથી ઉપર આવે છે ત્યારે જ તેના ઉપર ઘસારે શરૂ થાય છે. જમીનના ઉપર નીચે થવાને લીધે આવી જાતને ક્રમ નિરંતર ચાલુ રહે છે.
સજીવ વસ્તુને ફાળે હવા અને જમીનની વચ્ચે દ્રવ્યની આપલે કરવામાં સજીવ ૧ વસ્તુ ખાસ ભાગ ભજવે છે. આગળ કહ્યું તેમ પૃથ્વીની શરૂઆતમાં હવામાં કાર્બોનીક વાયુ ધણા જ પ્રમાણમાં હતો. એ વાયુ વનસ્પતિ વડે ધીમે ધીમે શોષાઈ ગયો છે અને અત્યારે કોલસાના પડરૂપે એમને માટે ભાગ જમીનના ખડકોમાં જકડાઈ ગયેલ છે. - પાષાણ સ્તરોને છિન્નભિન્ન કરવામાં વનસ્પતિ ઘણું મદદરૂપ). કઈ પડે છે. એનાં મૂળ ખડકની ફાટમાં જઈ મોટાં થઈ તેને તૈડી નાંખે છે. નાના છોડ ઉપરની માટીને ઉથલપાથલ કરવામાં ઘણે ભાગ ભજવે છે, અને એમ આડકતરી રીતે જમીનના ઘસારામાં મદદ કરે છે. વળી ઘીચ વનસ્પતિ હોય ત્યાં ભેજ અને વરસાદનું પ્રમાણ પણ વધુ હોય છે, એટલે એ રીતે પણ જમીનના ઘસારા ઝડપી બને છે. જ્યારે વનસ્પતિ નાશ પામે છે, ત્યારે એમાંથી કેટલાક તેજાબ ઉત્પન્ન થાય છે. એ તેજાબ જમીનના દ્રવ્ય સાથની ક્રિયાથી કેટલાક વાયુ ઉત્પન્ન કરે છે, જે હવામાં ભળે છે. હવામાંથી કાબોનીક વાયુ શોષી વનસ્પતિ ઓકસીજન હવામાં ભેળે છે. આમ જમીન અને હવા વચ્ચે દ્રવ્યની આપલે હજી પણ ચાલુ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com