________________
પૃથ્વીનો ઈતિહાસ મેજ એટલાં જેરથી ક્વિારા સાથે અથડાય છે કે ઘણી વાર ૧૦ થી ૧૨ ટન વજનવાળા પત્થર પણ કેટલાક પત્થરાળ કિનારા ઉપરથી ભાંગીને છૂટા પડી ગયેલા મળી આવે છે. ઉત્તર આટલાંટીકમાં ૧૯૨૨માં થયેલાં તોફાન વખતે સમુન્ના મેજ ૭૦ ફુટ ઉચાં હતાં અને એની સાથે કાંકરી અને પત્થર એથી પણ વધુ ઉંચે ઉડયાં હતનેટહેડ(સ્કોટલેડ)ની ૩૦૦ ફુટ ઉંચી દીવાદાંડીના ઉપલા કાચ એક તોફાન વખતે તૂટી ગયા હતા અને પાણીનાં બિન્દુ એ વાટે દાખલ થવાથી સારું સરખું પાણી પણ અંદર ચાલી ગયું હતું. કાકે આના ધરતીકંપ વખતે સમુદ્રના મેજ ૧૦૦ ફુટ ઉંચાં ઉછળ્યાં હતાં. આમ કિનારા ઉપર સમુદ્રની સપાટીથી ઉંચે આવેલા કરાડા અને ભેખડે પણ એજંના બળથી ક્રમે ક્રમે તૂટી જાય છે. એવાં ઘણું બંદરો છે કે જે સમુદ્રનાં આક્રમણથી તૂટી જઈ અંતે સમુદ્રમાં ચાલ્યાં ગયાં છે. આમ છતાં જમીનને મોટો ભાગ વરસાદ અને હવાથી જ ઘસાય છે, કારણ કે જમીનની સપાટીના પ્રમાણમાં કિનારાને વિસ્તાર બહુ જ પડે છે. એવું ધારવામાં આવે છે કે સો વર્ષમાં સરેરાશ દશ ફુટ કિનારે વેવાઈને સમુદ્ર આગળ વધે છે. આ રીતે જોતાં યુરેપ ખંડના કિનારાની સો માઈલ જમીન મોજાંથી ધોવાઈ જતાં ૫૦ લાખ વર્ષ લાગે, પરંતુ તે પહેલાં તે ૪૦ લાખ વર્ષમાં વરસાદ અને હવાથી આખો યુરોપ ખંડ સમુદ્રમાં ધોવાઈ ડુબી જાય.
ભૂબળોના દરરોજના ફેરફારો એક સામટા લક્ષમાં લેતાં આપણને જરૂર એની ભવ્યતાનું ભાન થશે. અત્યારના જમીનના પડે અનેક રીતે બદલાયાં કરે છે. ખાસ કરીને સમુદ્રના તળમાં વિશાળ પાયા ઉપર નવીન જમીનની રચના થાય છે. એટલે પૃથ્વીના જમીનના પડના વિનાશ અને રચનાનું કાર્ય સમકાલીન ચાલ્યા કરે છે. પ્રદેશની જમીન, કાંકરી વગેરે દ્રવ્ય નીચાણના ભાગમાં ભેગું થાય છે. વિસ્તૃત સપાટ પ્રદેશ ઉપર હવા, ઉષ્ણતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com