________________
૪૪
પૃથ્વીને ઈતિહાસ જોવાની મળે છે. એ ઉપરથી સૈકાઓ પછી એની કેટલી અસર થશે, એ કલ્પી શકાય એમ છે. કેટલીક વાર નદીના કીનારા ખોદાવાને બદલે પૂરાઈ જાય છે. ઘણી વાર પૂર આવ્યું હોય ત્યારે માલમ પડે છે કે જે પાણી બહારના પ્રદેશ ઉપર ફરી વળે છે, તેની ગતિ ઓછી થવાથી તેમાં કાદવ નીચે ઠરી જાય છે; એ પ્રમાણે ગતિ કઈ રીતે ઓછી થવાથી નદીના ફીનારા પૂરાઈ જાય છે. પાણીની ગતિ સમુદ્ર અગર સરોવરને મળતાં એકદમ ધીમી પડી જાય છે અને એથી ત્યાં હમેશાં કાંપ ઠરતો માલમ પડે છે. ( જે સરોવરમાં નદી બહારથી આવતી હોય તે આવા ચાલુ (પૂરાણને લીધે અળગાં થતાં જાય છે અને કાળક્રમે પૂરાઈ જાય છે. આવી રીતે પૂરાઈ ગયેલાં અને પૂરાતાં સરોવરે ઘણા માલમ પડે છે. રજપૂતાનામાં આવેલું સાંભર સરોવર કચ્છ અને રાજપુતાનામાંથી ઘસડાએલા ક્ષારને લીધે પુરાઈ જઈ હવે છેક અળગું થઈ ગયું છે. ફકત ચોમાસામાં ચારેક ફુટ પાણી થાય છે જ્યારે બાકીના વખતમાં એ તદ્દન સૂકું જ રહે છે. - ઉપરની હકીકતથી ચોક્કસ લાગશે કે લાંબા કાળ પછી જમીનની સપાટી ધોવાઈને સમુદ્રમાં જઈને ઠરે છે, અને જો બીજાં કઈ ભૂબળો વિશિષ્ટ પ્રકારને ભાગ ન ભજવતાં હોય તે જમીનની સપાટી નીચી થઈને અંતે તેની ઉપર સમુદ્ર ફરી વળે તે નવાઈ નહીં. કાદવ, માટી અને રેતી નદીના મુખમાં જઈને ઠરે છે એના એક પછી એક સ્તર બંધાઈને છેવટે એમાંથી જમીન તૈયાર થાય છે. નીચેના ભાગે ઉપરના દબાણથી કઠણ થઈ પાષાણુ બની જાય છે. આવી રીતે જળઠાર પાષાણને એક મુખ્ય ભાગ ઉત્પન્ન થાય છે. આગળ કહ્યું તેમ જમીનનાં અત્યારનાં ઘણાખરાં પડ એવી જ રીતે જળઠાર પાષાણનાં બનેલાં છે. જ્યાં અત્યારે જમીન જણાય છે ત્યાં એક વારસમુદ્ર જ હતે. સમુદ્રની અંદર એ જમીનની ઉત્પત્તિ થઈ છે, એમ
" હેમાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com