________________
પાણીની અન્સાર
જમીનના પડમાં કંઈ ફેરફાર ન થાય તે એટલું ચોક્કસ લાગે છે, કે કાળ જતાં જમીનની સપાટી નીચી થઇ સમુદ્રમાં ડૂબી જશે. ઉપરના અનુમાનોમાં એક મુખ્ય વાંધો એ આવે છે કે આટલા લાંબા કાળ સુધી જમીનને ઘસારા અત્યારે ચાલે છે એજ પ્રમાણને રહેશે કે ઓછોવતો થશે. વળી ભવિષ્યમાં વરસાદનું પ્રમાણ પણું વધતું ઓછું થાય અને તેથી ધારેલા ક્રમ કરતાં જુદા પ્રમાણમાં જમીનનું ધોવાણ થાય એ પણ બનવાજોગ છે.
આ ઘસડાએ કાંપ ઘણુંખરું નદીના મુખ આગળ કરી જઈને નવીન જમીનના સ્તરની રચના કરે છે. કેટલીક જગ્યાએ આવા કાંપ ઠરવાથી નદીમાં નાના ટાપુ પણ નીકળી આવે છે જેને દોઆબ (ડેટા) કહેવામાં આવે છે.
બંગાળમાં બ્રહ્મપુત્રા અને ગંગાના સમુદ્રના સંગમ આગળ મોટા વિસ્તારને પ્રદેશ આવી રીતના કાંપથી ઉત્પન્ન થયેલું છે અને એથી જ મુખ આગળ એ નદીઓ અનેક પ્રવાહમાં વિભક્ત થઈ સમુદ્રને મળે છે. એ પ્રદેશને ગંગા અને બ્રહ્મપુત્રાના દોઆબ(ડેટા)ને પ્રદેશ કહેવામાં આવે છે.
જે ડેટા મોટે થતો જાય તે સમુદ્ર દૂર જાય છે અને નદી પણ ઘણી વાર વિભક્ત થાય છે. ઈટલીમાં એડ્રીઆ નામનું બંદર ઓગણીસમી સદીમાં સમુદ્રથી ૧૪ માઈલ દૂર ચાલ્યું ગયું છે. માટી અને રેતી ઉપરાંત નદીમાં વનસ્પતિ અને પ્રાણીઓ પણ ઘસડાઈ જાય છે, અને સમુદ્રના મુખમાં અગર રસ્તે ઠરી જાય છે. રે નામની નદીમાં એટલી બધી વનસ્પતિ ઘસડાઈ આવે છે કે એ ઘણું લાંબા પટમાં ભેગી થઈ રહેવાથી લગભગ ૧૦૦ માઈલ સુધી એવા ઢંકાએલા ભાગ નીચે થઈને પાણી વહે છે.
જમીન ઉપર પડતું ઘણુંખરું પાણી નદીઠારા સમુદ્રમાં જતું હોવાથી નદીના કરાડા અને તળીઉં પણ ખોદાતું જાય છે. નદીના કરાડા ઉપર થતી અસર ૧૦ થી ૧૨ વર્ષના ગાળામાં નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com