________________
પાણીની અસર
થયેલાં હાય છે તે લાંબે સુધી ઘસડાઈ નીચે ઠરે છે, જેમ રજકણા ઝીણાં તેમ વધુ દૂર જઇ નીચે બેસે છે. મેટાં રજકણા જલદી ઠરી જાય છે. પ્રવાહનું બળ ધણું હોય તે એમાં ધસડાતી વસ્તુ ધણું દૂર સુધી જઇ શકે છે. આવે ધસડાઇ જતા કાદવ નદીના મુખમાં કાંપરૂપે કરે છે. નદીમાં જે અનેક વસ્તુ ઘસડાઇ આવી હેાય તે પણ આવા કાંપમાં જકડાઈ ઠરી જાય છે. એવા કાંપને બહાર કાઢી તપાસીએ તા માલમ પડે છે કે એમાં માટી, રેતી, ઝાડપાન અને પ્રાણીઓના અવશેષ હેાય છે. પર્વતા અને પત્થરેાના ટુકડા લાંબેસુધી પાણીના બળથી ધસડાઇ એક બીજાની સાથે અથડાતા રહે છે અને એથી પત્થરની ઝીણી રેતી અને છે. એવી સૂક્ષ્મ રેતી છેવટે સમુદ્રમાં ઘસડાઇ જઈ કાંપપે ડરી જાય છે. આવી રીતે ઉત્પન્ન થતા કાંપનાં દરવર્ષે એક ઉપર એક પડ બંધાયાં કરે છે. એક નદીને લીધે કેટલા કાંપ સમુદ્રમાં જતા હશે એને ખ્યાલ ટેમ્સ નદી ઉપરથી આવશે. દરરાજ એ નદીના એક જગ્યાથી પસાર થતાં પાણીમાં ઓગળેલા ચાક જ ફક્ત ભેગા કર્યાં હાય ! તેનું વજન ૧,૦૦૦ ટન થાય છે. એજ રીતે બ્રહ્મપુત્રા અને ગંગા નદીમાં એક વર્ષમાં ઘસડાઈ જતા કાંપ જો ઠારવામાં આવે તે ૧૭૨ ચેારસ માઇલ જમીન ઉપર ૧ ફુટ જાડા થર ખાઝે. અમેરિકાની મીસીસીપી નદી એ જ પ્રમાણે ૨૬૮ ચે. માઈલના વિસ્તાર ઉપર ઠારે એટલે કાંપ દર વર્ષે સમુદ્રમાં ધસડી જાય છે. રીડ નામના એક ભૂસ્તરશાસ્ત્રીએ એમ બતાવ્યું છે કે દર વર્ષે આખી દુનીઆની સપાટી ઉપરથી એક ચારસ માલે ૧૦૦ ટન દ્રવ્ય સમુદ્રમાં ઘસડાઈ જાય છે.
એક મેટી નદીમાં કેટલા પ્રદેશના પાણી આવે છે એ ખબર હાય અને એ નદીમાંથી દર વર્ષે કેટલા કચરા અગર કાવ સમુદ્રમાં જાય છે એ જાણવામાં આવે તે એ પ્રદેશની સપાટી કેટલી નીચી થાય છે એ સહેજે ખબર પડે. પાણીમાં દ્રવ્ય એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૧
www.umaragyanbhandar.com