________________
પાણીની અસર
જવાથી વાદળાંરૂપે બંધાય છે. ખાસ કરીને હવાનું દબાણ ઓછું થવાથી સૂક્ષ્મ ધૂળ અને વિદ્યુત્કારવાહી હવાના અણુ ઉપર પાણીનાં ટીપાં બંધાય છે. એ બિન્દુ જ્યારે પ્રમાણમાં મોટાં થાય ત્યારે વરસાદરૂપે જમીન ઉપર પડે છે. આવી રીતે સમુદ્રમાંથી ઉડી ગયેલું પાણી પાછું ઘણુ ખરૂં સમુદ્રમાં જ પડે છે, છતાં એમાંને કેટલાક ભાગ જમીન ઉપર વરસે છે. જમીન ઉપર પડેલું પાણી ઘણે ભાગે પાછું સમુદ્રમાં વહી જાય છે, જ્યારે કેટલુંક તળાવ, સાવર વગેરે ખાડાવાળી જગ્યાએ ભરાઈ રહે છે અને કેટલુંક જમીનની અને પાષાણની કામાં પચી જાય છે. કેટલીક ઉંચી જગ્યાએથી પચેલું પાણી પાછું ઝરારૂપે ખીજી નીચાણુની જગ્યાએથી નીકળે છે, અને જે એ જમીનના ઘણા નીચાણવાળા ભાગમાંથી પસાર થયું હાય તેા તે ઝરાઓનાં પાણી ઉષ્ણુ હાય છે. આ રીતે વરાળનું પાણી અને પાણીની વરાળ બનવાના ફેરફારા અનાદિ કાળથી ચાલ્યા આવે છે અને હજી પણ ચાલ્યાં કરશે.
જમીનના જૂદા જૂદા ભાગ ઉપર વધતા એછા પ્રમાણમાં વરસાદ પડે છે. જમીનની પરિસ્થિતિ, અને આબેહવા એમાં મુખ્ય ભાગ ભજવે છે. જ્યાં સમુદ્ર અને પર્વતા નજીક હાય અને તે પ્રદેશ જો ઉષ્ણ કટીબંધમાં હાય તેા વરસાદ વધુ પડે છે. હિન્દુસ્તાનમાં મલબાર કાંઠા ઉપર સાધારણ રીતે વિશેષ વરસાદ પડે છે કારણકે એ પ્રદેશની એક બાજુ પર્વતની હારમાળા આવેલી છે અને ખીજી બાજુએ સમુદ્ર આવી રહેલા છે. એ પ્રદેશમાં સાધારણ રીતે ૧૦૦ ઈંચ કે એથી વધુ વરસાદ પડે છે. હિન્દુસ્તાન ઉષ્ણકટીબંધમાં આવેલો હાઇને એમાં ફક્ત ચાર માસ વરસાદ પડે છે, છતાં ઇંગ્લેન્ડ કરતાં સરેરાશ વધુ વરસાદ પડે છે. ઇંગ્લેન્ડમાં લગભગ બારે માસ અવારનવાર વરસાદ આવે છે. આખા વર્ષમાં ઇંગ્લેન્ડમાં વધુમાં વધુ ૧૩૯ ઈંચ વરસાદ પડે છે; જ્યારે હિંદુસ્તાનમાં ચેરાપુંજીમાં ચાર માસમાં જ વધુમાં વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com