________________
પાણીની અસર કહેવામાં આવે તે કઈક શંકા થશે, પરંતુ ઘણું પર્વ અને જમીન ઉપરથી એવાં ચિત્રો અને નીશાની મળી આવે છે કે જેથી એક કાળે ત્યાં સમુદ્ર ફરી વળેલું હોય એમ માનવાને સબળ કારણે મળે છે પાણીમાં ઘસડાઈ જતી વનસ્પતિ અને પ્રાણુના અવશેષો કાંપના થરમાં દટાઈ જાય છે અને ઉપરના બંધાતા સ્તરના દબાણથી નીચેના પાષાણમાં પિતાની નીશાની રાખી જાય છે. એવા પ્રાણું અને વનસ્પતિના અવશેષો (Fossil) ઘણુંખરા જળઠાર પાષાણમાંથી મળે છે. હિમાલય પર્વત ઉપર પણ દરીઆમાં થતાં પ્રાણીના અવશેષ માલમ પડે છે, એટલે એમ માનવું પડે છે કે એક કાળે હિમાલયના ઉન્નત શિખરે પણ સમુદ્રમાં ડૂબેલાં હતાં. દુનીઆની જૂદી જૂદી જગ્યાએ બંધાતા જળઠાર પાષાણુની સાધારણ સમીક્ષા કરીએ તે એમ લાગે છે કે એક જ કાળમાં બંધાતા સ્તરમાં સામાન્ય રીતે એક જાતના પ્રાણી કે વનસ્પતિના અવશેષો દટાતા હોવા જોઈએ. આવા સૂત્રને આધારે ભૂતકાળમાં બંધાએલા ખડકાની કાળ પ્રમાણે વર્ગણી કરી શકાય છે. છતાં એટલું ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે જૂદા પ્રદેશમાં એક જ જાતનાં પ્રાણી કે વનસ્પતિ ઉત્પન્ન થતાં નથી. પરંતુ સમકાલીન પ્રાણીનો સાધારણ ઇતિહાસ ખબર હોય તો પાષાણનું વય શોધવાનું મુશ્કેલ હોતું નથી.
સમુદ્રની સપાટી ઉપર હવાથી મેજ ઉત્પન્ન થાય છે. એ મેજ જ્યાં સુધી કિનારાથી દૂર હોય છે ત્યાં સુધી કંઈ ખાસ અસર કરતાં નથી, પરંતુ કિનારા ઉપર આવીને અથડાતા કિનારાને ક્ષીણ કરે છે. આથી દર વર્ષે કિનારાને થડે ભાગ સમુદ્રમાં ભાંગીને ઘસડાયાં કરે છે. સૂર્ય અને ચંદ્રના આકર્ષણને લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે, તેથી દરેક ઓટની સાથે છીછરાં પાણીવાળા પ્રદેશમાંથી થોડે ભાગ ઉંડા સમુદ્રમાં ઘસડાય છે. પરંત સમુદ્રની મુખ્ય અસર માં અને તે કાનને લીધે જ થાય છે. સોજાંનું બળ પુષ્કળ હોય છે. ખાસ કરીને તેફાનની વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com