________________
પૃથ્વીનો ઈતિહાસ ૪૭૨ ઇંચ વરસાદ પડે છે. કેટલીક વાર ચેરાપુંજીમાં એક દિવસે ૪૦ ઇંચ વરસાદ પડ્યાનું નોંધવામાં આવ્યું છે.
જે સપાટી ઉપર વરસાદનો કાયમ મારે પડે છે, તે પાણીનાં બિન્દુના બળથી ક્રમે ક્રમે ખોદાયાં કરે છે. વરસાદનાં બિન્દથી કાળક્રમે પત્થરે પણ ખોદાવાનું જોવામાં આવે છે, એટલે બીજી કાઈ પણ જમીનની સપાટી વરસાદના ચાલુ રહેવાથી ખોદાઈ જાય છે, અને એનાં નાનાં રજકણે છૂટાં પડી પાણીમાં ઘસડાઈ બીજે જાય છે. આવી રીતે વરસાદથી ધોવાએલી જમીન ઘણે ઠેકાણે મળે છે. જે સાધારણ પિચી જમીનમાં એકાદ વધુ કઠણ ખડક હોય તે આસપાસની જમીન ધોવાઈ જઈએ ખડક છૂટો પડી જાય છે. આવી રીતે વરસાદથી ખોદાઈને બાકી રહેલા ખડકે ટીટેલમાં ઘણું છે અને એ ખડકે થાંભાની માફક ઊભેલા છે.
જે ખડકનાં રજકણો વરસાદથી છૂટાં પડે છે તેમાં જે વનસ્પતિ ઉગવા લાગે છે તે પ્રદેશ ધીમે ધીમે ખેતીને લાયક બને છે. એ જમીન પણ ઠેકઠેકાણે નીચેના ખડકોના બંધારણ ઉપર આધાર રાખી જુદા પ્રકારની બને છે. હિન્દમાં દક્ષિણના પર્વતો પણ આજ રીતે આસપાસની પોચી જમીન ખવાઈ જઈને ઉત્પન્ન થયેલા છે.
વરસાદથી છૂટાં પડેલાં રજકણે પાણીના પ્રવાહ સાથે ઘસડાવા લાગે છે, અને એથી જ વરસાદના દિવસોમાં જ્યાં પાણીના-મહેળા શરૂ થાય છે તે બધા ડહોળા હોય છે. એ જ રીતે ડહોળાએલું પાણી નદીમાં થઈ સમુદ્રમાં જાય છે, એટલે જમીનના ઉપરના પડનો જેટલો ભાગ છૂટો પડે છે તે ત્યાંથી નીચાણની જમીનમાં, નદીમાં અથવા છેવટે સમુદ્રમાં જઈને ઠરે છે. કેટલાક ક્ષારનો ભાગ તો પાણીમાં ઓગળી જઈ અંતે સમુદ્રના ક્ષારમાં મળી જાય છે. જે રજકણે ઓગળી ગએલાં નથી પરંતુ ફક્ત પાણીમાં મિશ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com