________________
ભૂકવચઃ પાષાણેના પ્રકાર ખાસ કરીને પૃથ્વીના ઉપરનાં ત્રણ પડમાં ભૂકવચ એટલે કે જમીનનાં પડોની રચના બહુ જ અટપટી છે. જમીનમાં ઊંડે જઈએ તેમ જૂદી જૂદી જાતનાં પડે માલમ પડે છે. એ પડોને ભૂસ્તરપડ અથવા સ્તર કહેવામાં આવે છે. એ સ્તરે કેમ ઉત્પન્ન થયા હશે અને એમાં કેવી જાતની વિકૃતિ ચાલી રહેલી છે, એ જાણવું બહુ મુશીબતભર્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે ભૂસ્તરપડાને બંધાતાં ઘણે સમય લાગે છે અને એ જ પ્રમાણે અનેક કારણોને લીધે એમાં થતી વિકૃતિ અગર હિલચાલ એટલી ધીમી હોય છે કે થોડાં વર્ષનું અવલોકન અર્થ વગરનું થઈ પડે છે. મનુષ્યનું રહેઠાણ જમીન છે, અને જમીનના ગર્ભમાંથી અનેક જાતનાં ઉપયોગી ત મેળવી એ શક્તિ ઉત્પન્ન કરે છે, એટલા પૂરતું જમીનના સ્તરમાં થતા ફેરફાર અને એના બંધારણ વિષેનું જ્ઞાન ખાસ અગત્યનું છે. એ પડે કેવી અને કેટલી જાતનાં છે, એ આ પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે.
જૂદી જૂદી જાતનાં ભૂસ્તરપડ બાંધનારી જમીનને સામાન્ય રીતે ખડ અગર પાષાણ એવું નામ આપવામાં આવે છે. એટલે
જ્યાં પાષાણ શબ્દ વપરાય છે ત્યાં એમ જ સમજવાનું છે કે એ અમુક જાતની ભૂસ્તરપડ બાંધનારી જમીનને એક પટ છે. આથી કોલસાનાં પડ, ચાકનાં ૫ડ, રેતાળ પડ, અથવા માટીનાં પડ એ સર્વ પાષાણના જૂદા પ્રકાર જ છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જમીનના મૂડકેને મુખ્ય ત્રણ વિભાગનાં વહેંચી નાંખવામાં આવ્યા છે.
(૧) જલાર પાષાણઃ એ હવા અગર પાણીમાંથી રાસાયણિક કે ભૌતિક ક્રિયાથી ઉત્પન્ન થયા હોય છે. આમાં પ્રાણું અને વનસ્પતિના વિનાશમાંથી ઉત્પન્ન થયેલા પાષાણનો સમાવેશ થાય છે.
(૨) આગ્નેય પાષાણઃ આ ખડકે પૃથ્વીના ગર્ભમાંથી નીકળેલા ગરમ પદાર્થોના બનેલા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com