________________
પૃથ્વીને ઈતિહાસ (૩) રૂપાન્તર અથવા વિકૃત પાષાણુઃ આમાં ખાસ કરીને પૃથ્વીના ઉપરના પડના દબાણને લીધે વિકૃતિ પામેલા પાષાણનો સમાવેશ થાય છે. એ વિકૃતિને લીધે તેમનું અસલ કેવું સ્વરૂપ હશે એ જાણવું અશક્ય થઈ પડે છે.
ઉપર દર્શાવેલી વણી સિવાય બીજી પણ એક બે રીતે વર્ગ પાડવામાં આવ્યા છે. ઉપર દર્શાવેલી વર્ગણીમાં પાષાણના રાસાયણિક બંધારણને ફેર નોંધવામાં આવતા નથી, એટલે રાસાયણિક દૃષ્ટિએ પણ પાષાણની અનેક વિભાગમાં વર્ગણી કરી શકાય છે. વળી પાષાણના હમેશાં સ્તર બંધાએલા હોતા નથી એટલે દરેક જાતના પાષાણને સ્તરવાળા અને સ્તર વિનાના વિભાગમાં વહેંચી શકાય છે. આ ઉપરાંત ભૂસ્તરપડાની એક મહત્વની વર્ગણી ઉપરના પ્રમાણમાં કરવામાં આવી છે.
- જલાર પાષાણુ 2 જલાર પાષાણની પણ અનેક જાતો હોય છે, જેમાં મુખ્ય નીચેની છેઃ (૧) વેળુપાષાણુ, એટલે ખાસ કરીને પાણીથી ધોવાઈ ભેગાં થયેલાં રેતી અને કાંકરા વડે ઉત્પન્ન થયેલા ખડકો. (૨) માટીના પાષાણ –એ વર્ગમાં ખાસ કરીને અતિ સૂક્ષ્મ રજકણમાંથી | કાદવરૂપે ઉત્પન્ન થયેલા પાષાણ આવે છે. (૩) જવાળામુખીમાંથી
ઉડીને આવેલા રાખ કે ટુકડામાંથી ઉદ્દભવેલા પાષાણ. (૪) તે સકરણ અથવા વનસ્પતિ અને જીવંત પ્રાણીના અવશેષના ખંડમય | પાષાણ. (૫) સ્ફટીકરૂપી રસાયણિક ક્રીયાથી ઉદ્દભવેલા પાષાણુ.
(૧) વેળપાષાણુ-એ પાષાણુ ખાસ કરીને અનેક જાતના ખડકો અને પર્વતની ઉપર હવામાન, વરસાદ, પાણી, હિમ, સમુદ્ર અને એવી બહારની અસરથી રેતી અને કાંકરી રૂપે જમા થાય છે. એની અંદર અનેક જાતના પદાર્થો મિશ્રણરૂપે હોય છે. એમાં નાની રજકણે ઘનતાના પ્રમાણમાં ઉપર નીચે ગોઠવાય છે, અને એથી સ્તરરૂપે એના ખડકે બંધાય છે. પાણીથી ઘસડાઈને કાંપ બાઝી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com