________________
પૃથ્વીને ઈતિહાસ છે; એનું ઉત્પન્ન ૪૫ લાખ રૂપીઆ થાય છે. હઝારીબાગ, ગયા, મેંગીર અને નેલોરમાં એ પડે મુખ્યત્વે મળી આવે છે. ગૂજરાતમાં દેહદ, પીંપલોદ વગેરે સ્થળે કાચમાં વપરાતા કોર્ટઝ મળી આવે છે. વળી આગ્નેય પાષાણમાં અથવા એ પાષાણો દ્વારા ઉત્પન્ન થયેલા મુખ્ય પત્થરમાં હિરા, અકીક અને માણેક મુખ્ય છે. હિંદની હિરાની ખાણ જગતવિખ્યાત છે. બુંદેલખંડ (પન્ના નામના હિરા માટે), મદ્રાસ ઈલાકામાં કર્નલ, કુડાપા અને બેલારીની ખાણે (ગલકેન્ડ હિરા માટે) પ્રખ્યાત છે. માણેકની ખાણો ખાસ કરીને બર્માના મોગક જીલ્લામાં છે. કેટલાંક વર્ષ ઉપર બર્માના માણેકની દરવર્ષે દોઢ લાખ રૂપીઆની ઉપજ હતી. અકીકના પત્થર રાજપીપલા સ્ટેટમાં રતનપુરમાંથી મળે છે. ખંભાતના અકીકનો પણ એક કાળે મેટો ઉદ્યોગ હતો.રતનપુરમાંથી દર વર્ષે ૧૦૦ ટન અકીક નીકળે છે. 2 ઉપર દર્શાવેલા અનેક પ્રકારના પાષાણમાંથી જમીનના બંધારફેણમાં જળઠાર વર્ગનું પ્રમાણ ઘણું જ વિશાળ છે. જવાળામુખીથી ઉત્પન્ન થયેલા ખડકે ઠેર ઠેર મળી આવે છે, પરંતુ એને વિસ્તાર પ્રમાણમાં બહુ ઓછા હોય છે. વિકૃત પાષાણમાં પણ જળઠાર પાષાણ સવિશેષ હશે, એમ માનવાને કારણું મળે છે. હવે પછીનાં પ્રકરણમાં એ પાષાણુ કેમ ઉદ્દભવે છે, અને એમાં કેવા ફેરફારો થાય છે, એ વર્ણવવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com