________________
૩ર
પૃથ્વીના ઇતિહાસ પડે છે. પશ્ચિમ અમેરિકામાં કેટલાક ભાગેામાં રાત્રી અને દિવસના ઉમાનમાં ઘણી વાર ૯૦ ડીગ્રી ( ફેરનહીટ )ને ફેર પડે છે. મધ્ય આફ્રિકામાં ૧૩૭ ડીગ્રી અને દક્ષિણ આસ્ટ્રેલીઆમાં ૧૩૧ ડીગ્રીનો ફેર પણ કેટલીક વાર નોંધાયેા છે. હિંદુસ્તાનના રજપૂતાના વગેરે વેરાન રેતાળ પ્રદેશમાં પણ દિનરાતના ઉષ્ણુમાનમાં લગભગ ૮૦ ડીગ્રીના ફેર પડે છે. આવા ફેરફારને લીધે એ પ્રદેશમાં કા પણ વનસ્પતિ જીવી શકતી નથી, કારણકે ઉમાનના ફેરફારથી રસવાહીની નસે! ટુટી જાય છે. આ દૈનિક ફેરફારની અસર ખાસ કરીને જમીનના પાના ઉપરના ખડકામાં થયા વિના રહેતી નથી. ઉઘાડા ભાગમાંના ખડકે આવા ઉષ્ણુમાનના ફેરફારને લઇને ભાંગી જાય છે, અને આસપાસના પ્રદેશમાં નાના નાના પાષાણાના ટુકડા વેરાઇ રહે છે. ઘણે ઠેકાણે ખડકના ટુકડા નથી થઇ જતા, પરંતુ અંદર ફાટ અને ચીરા પડી જાય છે. જે ગરમી વધુ પડે તે વિસ્તૃત થવાને લીધે ખડકા ટુટી જાય છે, અને ઠંડી સખત પડે તે સંકાને લીધે અંદર ફાટ પડે છે. અત્યંત ઠંડી પણ આડકતરી રીતે ખડકને તેડી નાંખવાને જ કારણભૂત થાય છે. પાણીનું બરફ થાય તા એનું કદ વિસ્તૃત થાય છે. હવે જો એ પાણી ખડકામાં પડેલી કાટ અને કાણામાં ભરાયું હાય અને અતિશય ચંડીને લીધે એનું બરફ બને તે જરૂર એ ખડકને તેડી નાંવા શાંતમાન થાય છે. આ રીતે પાણીના કદમાં થતા ફેરફાર ભયંકર બળ ઉત્પન્ન કરી ખડકાને તેાડી નાંખે છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં ઘણી ઠંડીના દિવસેામાં પાણીના નળ આવા જ કારણને લીધે ટુટી જવાના પ્રસંગેા બહુ સામાન્ય હોય છે.
.. ઉષ્ણુમાનના ફેરફારથી હવાના પ્રચંડ પ્રવાહો ઉત્પન્ન થઈ પૃથ્વીની સપાટી ઉપર કેવા ભયંકર ફેરફારા કરી શકે છે એ પાછળથી ચર્ચવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com