________________
આબોહવા, હવામાન અને પાણીની જમીનના પડ ઉપર થતી અસર
જમીનનાં પડ ઉપર થતા ફેરફારામાં જૂદી જૂદી શક્તિ કેવાં કાર્યો કરે છે, એ ક્રાઇક વાર નજરે પડે છે. પરંતુ ઘણાખરા ફેરફારા એવા હોય છે કે જે ણે લાંબે કાળે સમજાય છે. ઘણા લાંબા વખતના અવલોકનથી એ ફેરફાર કેવા રૂપમાં પરિણમે છે એ સમજવું સ્કેલ થઈ પડે છે. એટલું જ નહીં, પરંતુ ભૂતકાળમાં કેવા ફેરફારાને લઈને વિવિધ જાતની રચના થઇ હશે, એ કલ્પવું પણ સુગમ બને છે. એટલા માટે પૃથ્વીના પટ ઉપર જૂદી જૂદી જાતની શક્તિ કેવી અને ક્રમ અસર કરી રહી છે એનું સૂક્ષ્મ નિરિક્ષણ કરવું જરૂરનું છે. આમેવા (climate), હવામાન અને પાણી એ ત્રણ જમીનના ફેરફારનાં મુખ્ય કારણુ રૂપ છે. એ ત્રણે સિક્તની જૂદી જૂદી અસરે શી છે એનું વર્ણન નીચે ટુંકમાં આપ્યું છે. આ ત્રણે શક્તિ એકંદરે એકબીજાની સાથે સંકલિત છે. એટલે કેટલાક ફેરફારાને માટે ત્રણે સાથે જ કારણભૂત ગણી શકાય. આ રીતે જોતાં સરળતા ખાતર આખેહવાની અસરમાં ખાસ કરીને ગરમી અને ઠંડીની અસર, હવામાનમાં હવાના પ્રવાહેાની અસર, અને પાણીની અસરમાં વરસાદ, નદી, સરોવર, સમુદ્ર વગેરેની અસરને સમાવેશ કરવામાં આવશે.
ઉષ્ણતાની અસર
દરેક નતના ખડકા ગરમીથી વિસ્તાર પામે છે અને ઠંડીથી સંકુચિત થાય છે. આની અસર ખાસ કરીને ઉષ્ણ કટિબંધના પ્રદેશમાં ઘણી જ મહત્વની છે. આફ્રિકા અને મધ્ય એશિઆના વેરાન પ્રદેશમાં દિવસ અને રાત્રીની ઉષ્ણતામાં ઘણા જ ફેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com