________________
વિકૃત (રૂપાન્તર પામેલા) પાષાણુ
૨૯
વિકૃત (રૂપાન્તર પામેલા) પાષાણ આ જાતના પડમાં બહારના દબાણથી ઘણી જ વિકૃતિ થયેલી હેય છે. આમાં જળકાર પાષાણ અને આગ્નેય પાષાણને સમાવેશ થાય છે. કેટલીક વાર એમાંના કયા જળઠાર પાષાણુ છે અને કયા આગ્નેય છે, એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. પ્રથમના ખડકેટમાં ઉપરના દબાણથી તડ પડી જઈ એનાં રજકણે અમુક એક જ દિશામાં વિકૃતિ પામી સ્ફટિક જેવી રચના પામે છે. ઘણે કાળ જતાં સાદા પાપાણ પણ સ્ફટિક જેવા જ બની જાય છે. આમાં ખાસ કરીને રસીલીકારેતી)નાં તત્ત્વ હોય છે. આ જાતના સ્ફટિકમાં એક નવીનતા એ હોય છે કે એની એક દિશાની રચના બીજી દિશાની રચનાને મળતી આવતી નથી. એનું કારણ એ હોય છે કે ઉપરના દબાણથી બધાં રજકણે સમાન્તર હારમાં બંધાઈ જઈ અબ્રક પડ જેવી રચનાના ખડકે બનાવે છે. કેટલાંક આવાં પડે પણ ઉપર નીચેના પડમાં ગુંચાઈ જાય છે અને એથી એનું સ્તરવાળું બંધારણ ખુલ્લી રીતે દેખાઈ આવતું નથી. રાસાયણિક ક્રિયા અને ગરમીને લઈને પણ એમાં અનેક જાતની વિચિત્ર પ્રકારની રચના ઉદભવે છે. કોર્ટ નામને (પત્થરને કાચ) પાષાણ, અભ્રક વગેરે આ જાતના પાષાણનાં ઉદાહરણ છે.
આ જાતના પાષાણમાં આરસના સ્ફટિક પાષાણે રજપૂતાનામાં ખાસ કરીને મળી આવે છે. મેકરાણા (જોધપુર), ખારવા (અજમેર), મૌન્ડલા અને સૈનસ્તાના જૈપુર), દદીકર (અલવર, જબલપુર વગેરે સ્થળોથી રંગબેરંગી અને ખુબસુરત આરસ મળી આવે છે. એ જ આરસોમાંથી તાજમહાલ પણ બંધાએલો છે. કચ્છના પાષાણુ ખાસ કરીને જબલપુર અને અંબાલામાંથી મળી આવે છે. આખા જગતમાં અબ્રકનું (પાષાણ) પડો હિંદમાં વધુમાં વધુ છે અને દર વર્ષે 10,૦૦૦ હન્કવેટ સુધી માલ નિકાશ કરવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com