________________
રર
પૃથ્વીને ઈતિહાસ પ્રદેશ આવેલું છે. સિંધુ નદીને પ્રદેશ અને ગંગાને પ્રદેશ આ કક્ષામાં આવે છે.
સમુદ્ર કિનારે જમીન અને સમુદ્રની સપાટી મળે એ જમીનની દેરી તપાસીએ તો એમાં અનેક ખાંચાખૂંચી હેય છે. ખાસ કરીને ઉત્તર વિભાગના કિનારામાં વિશેષ ખાંચા માલમ (પડે છે. સમુદ્ર જમીનની સપાટીને તોડી નાખીને ખાંચાવાળી, અખાતો અને ભૂશિરવાળી બનાવે છે. આથી બંદરો બાંધવામાં અને વહાણવટું ચલાવવામાં પણ મદદ મળે છે. આ /કામમાં બીજા દેશે કરતાં યુરોપ વધારે ભાગ્યશાળી છે તે નીચેના 'આંકડાથી જણાશેઃ ખંડનું નામ એક માઈલ લાંબે કિનારે કેટલા ક્ષેત્રફળ
સપાટીને ભાગે આવે છે. (ચોરસ માઈલમાં) યુરોપ
૧૪૩ ઉત્તર અમેરિકા
૨૬૫ એશિઆ (ટાપુ સુદ્ધાં)
४६५ આફ્રિકા
૮૯૫ દક્ષિણ અમેરિકા
૪૩૪ એલીઆ
૩૩૨ આ ઉપરથી જણાશે કે બીજા કેઈ પણ દેશ કરતાં યુરોપને સમુદ્રની અસર સૌથી વિશેષ છે. આમ છતાં કિનારાની જમીનની પરિસ્થિતિને પણ ખ્યાલ કરવાની જરૂર છે, કારણકે જે કિનારે ખડકવાળો હોય તે સમુદ્રની અસર થેડી થાય છે. એટલું તો ચક્કસ છે કે અત્યારના સમુદ્રના કિનારા ઉપર અનેક રીતના ફેરફારો સતત ચાલ્યા કરે છે. સમુદ્રની અંદર દૂર સુધી જતી ભૂશિરો બતાવી આપે છે કે આસપાસને માટીવાળો પ્રદેશ ધોવાઈ ગએલો હોય છે, જ્યારે ખડકવાળી ભૂમિ ભૂશિરરૂપે રહેલી છે. કેટલીક જગ્યાએ સમુદ્ર પાછળ હઠતે જાય છે અને નવા કિનારા. બનતી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com