________________
જલઠાર પાષાણુ
૨૭
પીટના થર લગભગ ત્રીસકે ચાલીસ ફુટ જાડા હોય છે. એ સ્તરની તદન નીચે ચાકના જેવા અવશેષો મળી આવે છે, જેને તપાસતાં ખાત્રી થાય છે કે પ્રથમ એ જગ્યાએ મીઠા પાણીનો જથ્થો હોવો જોઈએ, અને એ પીટ પાણીમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિને લીધે જ બંધાયું છે. આવી જ રીતે ખનીજ કોલસાના ખડકે પણ વનસ્પતિના થરના થર જમા થઈ દબાઈ જવાથી ઉત્પન્ન થયેલા છે. ખનીજ કોલસો અને સાધારણ લાકડાં બાળીને ઉત્પન્ન કરેલા કાલસામાં કશે ચે ફેર નથી; ફક્ત ખનીજ કોલસો ઉપરના દબાણને લઈને વધુ ઘટ્ટ હોય છે. કોલસાના પડને નીચેના ભાગમાં ઉભા રેસારૂપી આછા કોલસાના શેષ હોય છે, જે બતાવે છે કે એ નીચેના ભાગમાં ઝાડના મુળીના કેલસા છે. આવી જાતના પડમાંથી ઘણું વાર કોલસાને બદલે પેટ્રોલીઅમ વગેરે ખનીજ તેલ નીકળે છે. આ તેલ અંદરના દબાણ અને ગરમીને લઈને કોલસામાંથી ઉત્પન્ન થાય છે. અને એમાં કોલટાર કેરોસીન, પેટ્રોલ વગેરે અનેક જાતના તેલને સમાવેશ થાય છે. ( (૫) સ્ફટિકરૂપી જળઠાર પાષાણ:–આ પાષાણ ખાસ
કરીને પાણીમાં ઓગળેલા ક્ષારમાંથી બને છે. જ્યારે પાણી સૂકાઈ 7 જાય છે અથવા ક્ષારનું પ્રમાણ વધી જાય છે ત્યારે વધારાના ક્ષારના જથ્થાના સ્ફટિકવાળા પાષાણુ બંધાય છે. ચાકના પત્થર (લાદી) એ પણ જળઠાર પાષાણે છે. એ જાતમાં પોરબંદરની યાદી પ્રખ્યાત છે. એ વેળમાં ચાકના પાષાણ છે અને બહુ જ અર્વાચીન રચનાના પડમાંથી બનેલા છે. એ જ રીતે સીમેન્ટ બને તેવા (કાંકરેટ) પાષાણ કટની (જબલપુર), સદ્ગા (રેવા સ્ટેટ) અને શહાબાદ(બંગાળ)માંથી મળી આવે છે, અને એને મેટો ઉદ્યોગ ચાલે છે. પાણીનું બરફ બંધાય છે એ પણ સ્ફટિક પાષાણની ગણત્રીમાં આવે છે. આવા બરફના ખડકે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં પુષ્કળ જથ્થામાં સદાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com