________________
જલઠાર પાષાણુ
૨૫ ઉત્પન્ન થયેલા હોઈને, એવા ખડકેમાં ઘણી વાર વનસ્પતિ કે પ્રાણીને છૂટા અવશેષો સાથે ઠરી જાય છે. આ જાતના સ્તરમાં ખાસ કરીને પત્થરની કાંકરીથી ઉત્પન્ન થયેલા ખડક મુખ્ય છે. મોટા ગોળ પત્થરમાંથી ઉત્પન્ન થયેલી એક જાતને અંગ્રેજીમાં કાંગ્લેમરે કહેવામાં આવે છે.
(૨) માટીના પાષાણુ –આ પાષાણની રજકણે એકદમ સૂક્ષ્મ હોય છે અને એ પણ પાણીની સાથે ઘસડાઈને જલાર રૂપે ઉત્પન્ન થયેલા હોય છે. ઝીણાં રજકણે પાણીમાં બે વખત નીચે ઠરી ગયા વિના દૂર ઘસડાઈ જાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા ખડકોને માટીના પાષાણુ કહેવાય છે. પરંતુ એ માટીના પણ અનેક પ્રકાર હોય છે. ખાસ કરીને માટીનો રંગ સફેદ, કાળો, પીળો, રાતે અગર તો ભૂરાશ પડતે પણ હોઈ શકે, અને દરેક માટીનું રાસાયણિક બંધારણ તદ્દન જુદું હોઈ શકે.
(૩) જવાળામુખીમાંથી ઉદ્દભવેલી વસ્તુના ખંડમય જલઠાર પાષાણ–આમાં ખાસ કરીને જવાળામુખીમાંથી ઉડેલી રાખ અને ટુકડાઓના સ્તર બંધાય છે. આમાં પણ અનેક જાત હેય છે, પરંતુ મુખ્યત્વે એ જલાર ખડક જવાળામુખીમાંથી નીકળતી વસ્તુઓ વેવાઈને બધાયેલા હોય છે. - (૪) સકરણ પાષાણ–આ પાષાણ ખાસ કરીને જીવંત પ્રાણીના અથવા વનસ્પતિના અવશેષના જળઠારમાંથી બનેલા હોય હોય છે. એ ખડકો કયાં તો એક જ જગ્યાએ પ્રાણીના અવશેષ કરી રહેવાથી ઉત્પન્ન થયા હોય છે અગર એ અવશેષોના પાછળથી ધોવાઈને બીજે સ્તર બંધાયા હોય છે. આમાં મુખ્યત્વે ચાકના ખડકે આવે છે. ચાકને સૂક્ષ્મદર્શક યંત્રમાંથી લેવામાં આવે તો એની રચના પ્રાણીના અવશેષોની ઝાંખી આપે છે. ખાસ કરીને સમુદ્રમાં ઉત્પન્ન થતી અનેક જાતની માછલી અને જંતુ મરી જાય છે ત્યારે તેમના અવશેષનું ચાકમાં. રૂપાન્તર થાય છે, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com