________________
પૃથ્વીના ઇતિહાસ અને એનું કારણ ત્યાંનું ઉષ્ણુ વાતાવરણ હશે કે જેથી વધુ પાણી વરાળરૂપે ઉડી જતું હશે. જ્યાં મોટી નદી સમુદ્રમાં મળે છે, અગર જ્યાં બરફ પીગળતા હાય એવી જગ્યાએ ધનતા ૧૦૦૨૪ જેટલી થઈ જાય છે. પૃથ્વીના ઇતિહાસની શરૂઆતના વખતમાં અત્યારના સમુદ્ર, અને તેમાં ઓગળેલા વાયુ વગેરે ઉષ્ણુ પૃથ્વીની ઉપર હવામાનમાં વરાળરૂપેજ હશે. પ્રથમ જ્યારે પુષ્કળ દબાણવાળા હવામાનમાં વરાળ પાણીરૂપે ઠંડી પડી ત્યારે એ સમુદ્રની ઉષ્ણતા લગભગ ૧૦૦ ડીગ્રી (સેન્ટીગ્રેડ) જેટલી હશે. પાણીરૂપે નીચે ઠરવામાં એની સાથે અનેક વાયુ દ્રાવણુરૂપે ભલ્યા હશે. એટલે એમ માનવાને કારણ છે કે અત્યારના ધણા ખરા દ્રાવણુના ક્ષારે એ સમુદ્રની ઉત્પત્તિકાળથી જ અંદર ભળેલા છે. એમ પણ બને કે પ્રથમ સમુદ્ર નિઃસ્વાદ હશે, પરંતુ જમીનની સપાટી ઉપરથી સમુદ્રમાં ભળતાં પાણીદ્રારાજ ઘણાભરા ક્ષાર દ્રાવણમાં આવ્યા હોય. એટલું તેા ચોકકસ છે કે
જમીનના ક્ષારા અને ખીજાં તત્ત્વો સુક્ષ્મ પ્રમાણમાં વાઇને સમુદ્રમાં ઓગળતાં જાય છે. આથી કરીને સમુદ્રની ખારાશ વધુ થતી જાય તે નવાઈ નહિ. બાલ્ટીક અને ભૂમધ્ય સમુદ્રમાં તા ખારાશ વધવાનું ચેકસ માલમ પડયું છે.
મહાસાગરના પાણીમાં સરેરાશ સેંકડે ૩૫ ટકા ક્ષાર ભળેલા હાય છે. જ્યાં ઉષ્ણતા વધુ હાય એવી જગ્યાએ નીચાં સરાવરમાં એ પ્રમાણ વધુ હાય છે. દાખલા તરીકે મૃત સમુદ્ર (જે સમુદ્રની સપાટીથી લગભગ ૧૩૦૦ કુટ નીચે છે) તેમાં ક્ષારને। ભાગ ૨૨ ટકા જેટલો છે. એના પાણીની ધનતા ૧-૧૬ છે અને એથી કરીને ત્યાં મનુષ્ય પાણીમાં ડૂબી શકતા નથી. એટલી બધી ખારાશને લીધે એમાં કાઇપણ માછલાં જીવી શકતાં નથી. એવું માલુમ પડયું છે કે સમુદ્રમાં સત્તાવીશ જાતના--તત્ત્વો એક યા બીજા રૂપે દ્રાવણમાં રહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com