________________
સમુદ્રો
૧૫
V હવામાં હાઇજિન વાયુનું વજનું પણ એટલું બધું છે કે પૃથ્વીની સમસ્ત માનવ જાતના વજન :કરતાં ૨૩૦૦ ગણું થાય છે.
ગરમીને લીધે હવામાં ઉત્પન્ન થતા પ્રવાહોને લઈને અને રસાયણિક ક્રિયા ઉત્પન્ન કરનારા વાયુને લઇને પૃથ્વીની સપાટી ઉપર હવામાનની ઘણી અસર થાય છે. એ વિષે પાછળ ઉલ્લેખ કરવામાં આવશે.
સમૃદ્ધ પૃથ્વીની સપાટીનો મુખ્ય ભાગ પાણીથી ઘેરાએલે છે. જ્યારે ફક્ત ૨ ભાગમાં જમીનની સપાટી દેખાય છે. સમુદ્રની કુલ સપાટીનું ક્ષેત્રફળ ૧૪,૪૭, ૧૨,૦૦૦ ચોરસ માઈલ છે. સમુદ્રની ઉંડાઈ દરેક ઠેકાણે એકસરખી રહેતી નથી, પરંતુ ઠેરઠેર વધતી ઓછી હોય છે. આથી એના તળમાં પણ પૃથ્વીની સપાટી જેવી જ અસમાનતા રહેલી છે. ઉંચા ટેકરાઓ, વિસ્તૃત . સપાટ પ્રદેશ, ઉડી ખાઈઓ વિગેરે સમુદ્રના તળને ઉચેનીચે લાવે છે. સમૂદ્રના તળની ઠેરઠેર ઉંડાઈ માપવામાં આવી છે અને
એ ઉપરથી લાગે છે કે સમુદ્રની સરેરાશ ઉંડાઈ ૨૦૦૦થી ૩૦૦૦ ફેધમ (એટલે કે ૨ થી ૩ માઈલ) છે. સમુદ્રની રે સૌથી વધુ ઉંડાઈ પેસીફીક મહાસાગરમાં મળી આવી છે અને હું એ ૬ માઈલ, પ ફર્લીગ જેટલી છે. બીજા મહાસાગરમાં ચારથી પાંચ માઈલ સુધીની ઊંડાઈ મળી આવે છે.
સમુદ્રની અંદર અનેક ક્ષારે ઓગળેલા હોવાથી એ પાણીની ઘનતા વરસાદના પાણીથી વધુ હોય છે. સમુદ્રના પાણીની ની સરેરાશ ઘનતા ૧૦૨૬ છે, પરંતુ એકજ સમુદ્રના જુદા જુદા ભાગમાં એમાં થોડો ઘણો ફેર પડે છે. ઉત્તર આટલાન્ટીકમાં કેટલીક જગ્યાએ ઘનતા ૧૦૨૮ જેટલી માલમ પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com