________________
પૃથ્વીને ઈતિહાસ ઉપરની જમીનની સપાટીમાં પણ અનેક જાતના પરિવર્તન ચાલ્યા કરે છે, એટલે જમીનના પડની રચના અને બંધારણ પૃથ્વીના ઇતિહાસને કંઈક ખ્યાલ આપે છે; અને એ ફેરફારનો પૂર્ણ
ખ્યાલ હોય તે ભવિષ્યમાં શા ફેરફાર થવાના છે, એ પણ જાણી શકાય. જમીનના પડ ઉપર કઈ રીતની ક્રિયા ચાલી રહી છે, એ થોડા સમયમાં સમજી શકાય એમ નથી; કારણ કે એ ફેરફારો અત્યંત ધીમા છે. આમ છતાં ઘણાં વર્ષોની શોધખોળ પછી આજે ભૂસ્તરશાસ્ત્રીઓ જમીનના પડની અને પૃથ્વીના ભૂતકાળની સમીક્ષા કરી શકે છે.
* મનુષ્ય જીવનના નાના ગાળામાં નદીનાળાં અને ભૂસ્તરપડાના નોંધવા જેવા ફેરફારે બીલકુલ લક્ષમાં આવતા નથી. કેઈક વાર ધરતીકંપ જેવા પ્રચંડ બળથી થયેલા ફેરફારે અકસ્માત જેવાના મળે, પરંતુ એ લાંબા કાળને ઈતિહાસ સમજવા બસ નથી. ઉપરથી જોતાં મનુષ્યને એમ જ લાગે કે જમીનનાં અત્યારનાં પડે, પહાડે, નદીઓ, સમુદ્રો અને સાવરે, એ અનાદિ કાળથી ખાસ મહત્વના ફેરફાર વિના ચાલ્યાં આવે છે. પરંતુ બારીક દ્રષ્ટિએ નિહાળતાં એ સર્વમાં થતા ફેરફારે લક્ષમાં આવે છે. આ સિવાય જમીનના પડની અને તેમાંથી મળી આવતા અવશેષના
અવલોકનથી કેટલીક વિશેષ હકીકત મળી આવે છે. દાખલા તરીકે હિમાલય પર્વત ઉપરથી જળચર પ્રાણુના અવશેષ (જીવશેષો મળી આવે છે, એ ઉપરથી સહેજે આપણે સિદ્ધ કરી શકીએ કે એક કાળે હિમાલયનાં શિખરે સમુદ્રના પટ નીચે ડુબેલાં હશે. આવી રીતે તપાસતાં માલમ પડે છે કે પૃથ્વીની ભૌગોલિક રચના અનાદિ કાળથી એક જ જાતની નથી, પરંતુ કાળક્રમે એમાં ઘણા મહત્વના ફેરફાર થયાં કરે છે. આવા ધીમા ફેરફારોને સમજવા મનુષ્યને ખરેખરી તર્કશક્તિ અને બુદ્ધિ વાપરવી પડે છે. કવિની કૃ૫નાસૃષ્ટિના તર્કે એમાં કશાયે ઉપયોગમાં ન આવી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com