________________
પૃથ્વીનાં મુખ્ય અંગે
૧૧
એક સબળ પુરાવા જ્વાળામુખીમાંથી નીકળતા લાવા રસ છે. પૃથ્વીની દરેક જગ્યાએ નીચે ઉતરતાં ગરમી વધે છે, એટલે વધુ ઉંડે જઈએ તેમ વિશેષ ગરમી હાય એમ ચોક્કસ રીતે માની શકાય છે. ધરતીકંપના આંચકા લાગવાનું મુખ્ય કારણ પણ અંદરના પ્રવાહી પડને લીધે જ છે. ઉપરનું ધન પડ કંઈક અંશે અંદરના પ્રવાહી પડ ઉપર તરતું રહે છે, એટલે કાઈક વાર એમાં કંઈ હિલચાલ થાય કે તરત ધરતીકંપના આંચકા લાગે છે. અત્યારના ભૌતિકશાસ્ત્રના છેલ્લા મત પ્રમાણે ભીતરમાં ઉષ્ણતા ઘણી જ વધુ હાઇ ને ધણા ખરા ભાગ પ્રવાહી અને વાયુરૂપે છે. આમ છતાં આગળ જોઇ ગયા તેમ અંદરની બનતા વિશેષ છે. એનું કારણ એમ માનવામાં આવે છે કે ઉંડે જએ તેમ ઉપરનું દખાણુ ધણું જ વધી જવાથી પ્રવાહી કે વાયુ પણ ઘણા જ સંક્રાચાઈ જાય છે. એ દખાણ એટલું ભયંકર હેાય છે કે સાધારણ વાયુ પણ ધન જેવી જ સ્થિતિમાં આવી જાય છે. ફક્ત ફેર માત્ર એટલે કે અતિઉષ્ણતાને લીધે એનાં પરમાણુ ધન વસ્તુની માફક એકબીજાને વળગી જતાં નથી.
ઉપરનાં પડેાની અંદર પ્રયાગાથી કયાં કયાં તત્ત્વા કેવી સ્થિતિમાં અને કેટલા પ્રમાણમાં છે એ ભ્રૂણી ચાકસાઈથી શેાધી કઢાયું છે, એટલે એ સર્વની સાધારણ સમીક્ષા કરવી જરૂરી છે.
હવામાન
Vપૃથ્વીની આસપાસ જે હવાનું પડ છે એ પૃથ્વીની સપાટીથી ૫૦૦ થી ૬૦૦ માઈલની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે, અને કદાચ ઘણી જ પાતળી અવસ્થામાં વધુ ઊંચાઈ એ પણ હશે. પરંતુ એ પડની જાડાઈ પૃથ્વીની લંબગાળ સ્થિતિને લીધે અને ચક્રગતિને લીધે જુદે જુદે સ્થળે એકસરખી નથી હાતી. વિષુવવૃત્ત ઉપરનું પડ ધ્રુવ ઉપરના પડ કરતાં જાડું હાવાનું જણાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com